Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર જિન્દા હૈ’ તેલુગુ ભાષામાં બનશે

સલમાન ખાનના ચાહકો માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. એવા રિપોર્ટ છે કે તેની સુપર હીટ ફિલ્મ ’ટાઇગર જિન્દા હૈ’ ફરીથી સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારી કરી રહ્યાં છે. પરંતુ જો તમે વિચારી રહ્યાં હોય કે તમે ફરીથી આ ફિલ્મમાં સલમાનને જોશો, તો તમને આઘાત લાગશે. સલમાન ખાનની ફિલ્મ ’ટાઇગર જિન્દા હૈ’ એ સિલ્વર સ્ક્રીન પર મોટી ભૂમિકા ભજવી છે, પરંતુ હવે સમાચાર ફરીથી આવી રહ્યાં છે કે ખરેખર આ ફિલ્મને તેલુગુ ભાષામાં બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.
મીડિયા અહેવાલો અનુસાર ટૂંક સમયમાં જ સલમાન ખાનની ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષામાં બનાવવામાં આવશે. આ પહેલા એવું બન્યું હતું કે દક્ષિણની ફિલ્મો બોલિવૂડમાં રિમેક થઈ હતી. પરંતુ હવે આ વલણ બદલાઇ ગયું છે. હવે હિન્દી ફિલ્મોને દક્ષિણમાં રિમેક કરવામાં આવી રહી છે.
સામે આવી રહેલી જાણકારી અનુસાર, સાઉથમાં બનવા જઇ રહેલી આ ફિલ્મમાં સલમાન ખાનનો રોલ ગોપીચંદ નિભાવશે. જ્યારે લીડ એક્ટ્રસેના રોલમાં તમન્ના ભાટિયા નજર આવી શકે છે. હાલ કોઇ અધિકારિક રુપથી જાહેરતા થઇ નથી.

Related posts

ડ્રગ્સ કેસમાં એનસીબી ફરી અનન્યા પાંડેની પુછપરછ કરી

editor

रणबीर-आलिया की डेटिंग की खबरे चर्चा का विषय़ बना

aapnugujarat

પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન

editor

Leave a Comment

UA-96247877-1