Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુકેમાં સૌથી મોટો ઘટસ્ફોટ, ૨૩ હજાર જેહાદીઓની ઓળખ, મેક્સિમમ લેવલનું એલર્ટ

માન્ચેસ્ટર હુમલા બાદ બ્રિટનમાં વધુ એક આતંકી હુમલાનો ખતરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીએ દેશમાં રહેતા ૨૩ હજારજેહાદીઓની ઓળખ કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ૩૦૦૦થી ખતરો હોવાનું અંદાજ લગાવવામાં આવ્યો છે. હાલ એવા ૫૦૦ લોકોની તપાસ ચાલી રહી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ધ ઈન્ડિપેન્ડેંટે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.પોલીસ અને તપાસ એજન્સી હાલ ૫૦૦ જેહાદીઓ પર નજર રાખી રહી છે, જેની તપાસ ચાલી રહી છે.
રિપોર્ટ પ્રમાણે સિક્યોરિટી સોર્સે ૨૦ હજાર અન્ય લોકોની પણ હિસ્ટ્રીને તપાસનો વિષણ ગણાવ્યો છે, આ લોકોની અગાઉ પણ પૂછપરછ થઈ છૂકી છે અને તેઓને ખતરાની કેટેગરીમાં રાખ્યા છે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે માન્ચેસ્ટરનો આતંકી લીબિયન મૂળનો સલમાન અબેદી ઈન્ટેલિજન્સ એજન્સીના એમઆઇ૫ની રડારમાં હતો.પીએમ થેરેસા મે ૨૩ મેની રાતે પોતાના ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસથી દેશને એડ્રેસ કર્યું હતું, જેોએ દેશમાં મેક્સિમમ લેવલના ખતરાની ચેતવણી જાહેર કરી હતી. બ્રિટનમાં તમામ મુખ્ય સ્થળો પર આર્મી તહેનાત કરવામાં આવી છે. આતંકી હુમલાનો ખતરો વધુ છે, હજી વધુ હુમલા થઈ શકે છે.છેલ્લા ૧૦ વર્ષમાં એવું પ્રથમ વખત થયું કે બ્રિટનમાં આતંકી હુમલાનો ડર હાઈએસ્ટ લેવલ પર હોવાનું કહેવામાં આવે છે.
સમગ્ર દેશમાં આર્મીના ૫ હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

Related posts

Pakistan Cabinet decides tabling bill in Parliament to amend Constitution for holding Senate polls

editor

अमेरिका ने चीन को दिया बड़ा झटका

editor

દુબઈની ૮૪ માળની ઈમારતમાં આગ લાગતાં અફરાતફરીઃ કોઈ ખુવારી નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1