Aapnu Gujarat
બિઝનેસ

નાણાં મંત્રાલય બ્લેકમની રીપોર્ટને સાર્વજનિક નહીં કરે

નાણાં મંત્રાલયે કાળાનાણાં પરના એ ત્રણ રીપોર્ટને સાર્વજનિક કરવાથી મનાઈ ફરમાવી છે જેમાં ભારતીયોના દેશની અંદર અને વિદેશમાં કાળું ધન રાખવા સાથે જોડાયેલી જાણકારી છે. મંત્રાલયનું કહેવું છે કે આ રીપોર્ટની તપાસ એક સંસદીય સમિતિ કરી રહી છે ત્યારે આવામાં તેને સાર્વજનિક કરવાથી સંસદના વિશેષાધિકારનું હનન થશે.સરકાર પાસે આ રિપોર્ટ જમા કરાવ્યાને ચાર વર્ષથી વધારે સમય વીતી ચૂક્યો છે. ગત યૂપીએ સરકારે વર્ષ ૨૦૧૧માં આ મામલે દિલ્હી સ્થિત એનઆઈપીએફપી રાષ્ટ્રીય વ્યાવહારિક આર્થિક અનુસંધાન પરિષદ અને ફરીદાબાદના એનઆઈએફએમથી અલગઅલગ અધ્યયન કરાવ્યું હતું.આરટીઆઈના એક જવાબમાં સરકારે જણાવ્યું કે તેને એનઆઈપીએફપીનો રિપોર્ટ ૩૦ ડિસેમ્બર ૨૦૧૩, એનસીએઈઆરનો રિપોર્ટ ૧૮ જુલાઈ ૨૦૧૪ અને એનઆઈએફએમનો રિપોર્ટ ૨૧ ઓગષ્ટ ૨૦૧૪ના રોજ પ્રાપ્ત થયો હતો. મંત્રાલયે જણાવ્યું કે સંસદની નાણા પર સ્થાયી સમિતિને મોકલવા માટે આ રિપોર્ટ અને આના પર સરકારના જવાબને લોકસભા સચિવાલય મોકલી દેવામાં આવ્યો.પ્રાપ્ત વિગતો અનુસાર એક આરટીઆઈના જવાબમાં લોકસભા સચિવાલયે પુષ્ટી કરી છે કે આ પ્રકારના રિપોર્ટ તેને મળ્યા છે અને તેને સમિતિ સામે રાખવામાં આવ્યા છે જે આની તપાસ કરશે. મંત્રાલયે આ રિપોર્ટને સાર્વજનિક કરવાથી ના પાડી દીધી કારણ કે આ સંસદના વિશેષાધિકારનું ઉલ્લંઘન થશે.સૂચનાનો અધિકાર કાયદો ૨૦૦૫ની કલમ -૮(૧)(ગ) અંતર્ગત આ પ્રકારના રિપોર્ટને સાર્વજનિક કરવાથી છૂટ પ્રાપ્ત છે. જવાબ અનુસાર સંસદની સ્થાયી સમિતિનો આ રિપોર્ટ ૨૧ જુલાઈ ૨૦૧૭ના રોજ સોંપવામાં આવ્યો. અમેરિકી શોધ સંસ્થાન ગ્લોબલ ફાઈનાંશિયલ ઈન્ટીગ્રિટી અનુસાર ૨૦૦૫ થી ૨૦૧૪ દરમિયાન ભારતમાં આશરે ૭૭૦ અબજ અમેરિકી ડોલરનું કાળુધન આવ્યું.

Related posts

દેશમાં જરૂર કરતા વધુ નોટ સરક્યુલેશનમાં છે : જેટલી

aapnugujarat

अब तक ३६ लाख से अधिक जीएसटी रिटर्न दाखिल हुए

aapnugujarat

लगातार दूसरे सप्ताह बढ़ी सोने-चांदी की चमक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1