Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સહારા કેસમાં સુબ્રત રોય અને ત્રણ ડાયરેક્ટરને ૨૮ ફેબ્રુઆરીએ સુપ્રીમમાં હાજર થવા સમન્સ જારી

સહારા ગ્રુપના વડા સુબ્રત રોય અને એમના ગ્રુપના અન્ય ત્રણ ડાયરેક્ટરોને ૨૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનું સુપ્રીમ કોર્ટે સમન્સ જારી કર્યું છે.
ઈન્વેસ્ટરોને એમનાં નાણાં પરત કરવા અંગેના સહારા કેસમાં રૂ. ૨૫,૭૦૦ કરોડની રકમ હજી સુધી જમા કરાવી ન હોવાનો સુબ્રત રોય પર આરોપ છે.કોર્ટનું કહેવું છે કે આ કેસમાં સહારા ગ્રુપે હજી માત્ર રૂ. ૧૫,૦૦૦ કરોડ જ જમા કરાવ્યા છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સહારા ગ્રુપને આ રકમ જમા કરાવવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેન્ચે એવી નોંધ લીધી છે કે સહારા ગ્રુપે હજી માત્ર રૂ. ૧૫,૦૦૦ કરોડ જ જમા કાવ્યા છે.બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત ન્યાયમૂર્તિઓ એ.કે. સિકરી અને એસ.કે. કૌલ અન્ય ન્યાયાધીશો છે.સુબ્રત રોય તથા એમના અન્ય ડાયરેક્ટરોને વધુ સમય આપવાનો ન્યાયાધીશોની બેન્ચે ઈનકાર કર્યો છે.

Related posts

इकबाल मिर्ची की संपत्ति जब्त होगी

aapnugujarat

ખેડૂતોને નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

સેન્સેક્સમાં ૩૫૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1