Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આઈસીસીએ અંબાતી રાયડૂની બોલિંગ પર રોક લગાવી

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્‌સમેન અને પાર્ટ ટાઇમ બોલર અંબાતી રાયડૂની મુશ્કેલી વધી ગઈ છે. આઈસીસીએ તાત્કાલીક અસરથી તેની બોલિંગ પર રોક લગાવી દીધી છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝ દરમિયાન રાયડૂએ બોલિંગ કરી હતી અને તેમાં બોલિંગ એક્શનને લઈ મેચ રેફરીએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેને ૧૪ દિવસની અંદર આઈસીસીને પોતાની બોલિંગ એક્શનનો ટેસ્ટ સબમિટ કરવાનો હતો પરંતુ તેણે નિયત સમયમાં ટેસ્ટ સબમિટ ન કરાવ્યો અને હવે આઈસીસી રેગ્યુલેશનના ક્લોઝ ૪.૨ મુજબ તેની બોલિંગ પર રોક લગાવી દેવામાં આવી છે.
રાયડૂ હાલ ટીમ ઈન્ડિયાની સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. તે આ સીરીઝની શરઆતની બંને મેચોમાં રમ્યો અને ૧૩ અને ૪૭ રન બનાવવામાં સફળ રહ્યો.
આ પહેલા રાયડૂ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો હતો અને ત્યાં તેણે બે મેચ રમી હતી પરંતુ બંને મેચમાં કંઈ ખાસ સફળ નહોતો રહ્યો. રાયડૂને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની નંબર ૪ પોઝીશનનો સોલ્યુશન માને છે પરંતુ જે રીતનું પ્રદર્શન તેનું અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં જોવા મળ્યું છે તેને જોતા કોહલી પોતાની રણનીતિ બદલી શકે છે. એવામાં જો રાયડૂને પોતાનું સ્થાન ટીમમાં કાયમ રાખવું છે તો તેને કમાલ કરવાની જરૂર છે.

Related posts

કોંગ્રેસના ઘોષણાપત્રમાં આફ્સા, રાજદ્રોહને ખતમ કરવા માટે વચન

aapnugujarat

શત્રુઘ્ન વિરુદ્ધ ‘કોંગ્રેસીઓ’નું પ્રદર્શનઃ લાલુના ‘એજન્ટ’ ગણાવ્યા

aapnugujarat

આંદામાન નિકોબારમાં સમય કરતા પહેલા મોનસુનની એન્ટ્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1