Aapnu Gujarat
બિઝનેસ

ચાઇનાની એપ્સ તમારા સ્માર્ટફોનનો ડેટા વિદેશી કંપનીઓને મોકલી રહી છે : રિપોર્ટ

ચાઇનીઝ ડિજિટલ એપ્લિકેશન્સ જેવી કે શેરઇટ, યુસી બ્રાઉઝર વગેરે ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એક રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, આ ચાઇનીઝ એપ્લિકેશન્સ દ્વારા ઉપભોક્તાનીઓની એવી જાણકારીઓ માંગવામાં આવે છે જેની એપ્લિકેશન્સને કોઇ જરૂરત નથી. આ ખુલાસા બાદ ફરી એક વાર ભારતીય યુઝર્સની ડેટા સુરક્ષા પર નિશાન સાધવામાં આવ્યું છે. આ સિવાય રિપોર્ટમાં ભારતીય ઉપભોક્તાનો ડેટા ચાઇનીઝ ડિજિટલ એપ્લિકેશન્સ દ્વારા કેટલીક વિદેશી કંપનીઓને મોકલવામાં આવે છે. પૂણે સ્થિત એક ઇન્ફોર્મેશન સિક્યોરિટી ફર્મે પોતાની સ્ટડીમાં જણાવ્યું હતું કે, ચીનની ડિજિટલ એપ્લિકેશન્સ જેવી કે, હેલો, શેરઇટ, ટીક ટોક, યુસી બ્રાઉઝર, વીગો વીડિયો, બ્યુટી પ્લસ, ક્લબ ફેક્ટરી, ન્યુઝ ડોગ, યુસી ન્યુઝ અને વીમેટ દ્વારા ભારતીય યુઝર્સની જરૂરતથી વધારે ખાનગી માહિતી માંગવામાં આવી રહી છે. આ એપ્સ ભારતીય યુઝર્સ પાસે તેમના કેમેરા અને માઇક્રોફોનની પણ પરવાનગી માંગે છે. રિપોર્ટ મુજબ, આ ચીની એપ્સ યુઝર્સનો ડેટા ૭ વિદેશી એજન્સીઓને મોકલે છે. ૬૯% ડેટા અમેરિકા મોકલવામાં આવે છે. ટિક ટોક પોતાનો ડેટા ચીનની ટેલિકોમ કંપનીને મોકલે છે. યુસી બ્રાઉઝર પોતાનો ડેટા તેની પેરેન્ટ કંપની અલીબાબાને મોકલી રહી છે. જો કે, આ એજન્સીઓ યુઝર્સના ડેટાનો કયો ઉપયોગી કરી રહી છે તે અંગે કોઇ જાણકારી નથી. નોંધનીય છે કે, ડિસેમ્બર,૨૦૧૭માં ભારતના રક્ષા મંત્રાલયે પણ ચીનની ૪૦ ડિજિટલ એપ્સ પર ભારતના યુઝર્સના ડેટા પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના કર્મચારીઓને ફોનમાંથી ચાઇનીઝ એપ્સ કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો.

Related posts

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગ વધી

aapnugujarat

ટ્રેડ વોરની સ્થિતિની વચ્ચે દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિના એંધાણ

aapnugujarat

कई कंपनियों का निजीकरण करने की केंद्र सरकार ने तैयारिया की पूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1