Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી મતપત્રથી કરાવવા માયાની માંગ

બહુજન સમાજ પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ઇવીએમને લઇને દાવો કરવામાં આવ્યા બાદ લોકસભા ચૂંટણી મતપત્ર મારફતે કરાવવાની માંગ કરી છે. આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં માયાવતીએ કહ્યું હતું કે, લંડનમાં એક સાયબર નિષ્ણાત દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા રાજ્યોમાં ઇવીએમમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીના વ્યાપક હિતમાં ઇવીએમ વિવાદ પર તરત જ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, મતદાનની પ્રક્રિયા મતપત્ર મારફતે યોજાય તે જરૂરી છે. પ્રજાની આશંકાને દૂર કરવામાં આવે તે જરૂરી છે. નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીની ખાતરી કરવા માટે મતપત્રકો દ્વારા મતની વાસ્તવિકતાની ખાતરી કરવાની સારી વ્યવસ્થા રહેલી છે. ઇવીએમમાં આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી જેથી ઇવીએમના વિવાદ બાદ લોકસભાની ચૂંટણી મતપત્ર મારફતે થાય તેવી અમારી માંગ છે. માયાવતીએ કહ્યું હતું કે, ઇવીએમ સાથે સંબંધિત ઘટસ્ફોટ નવો ઘટસ્ફોટ છે પરંતુ ભાજપ સામે પ્રશ્નો પણ ઉઠાવે છે. ભાજપની સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, આ આરોપમાં યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે પરંતુ મોદી સરકાર આ મામલામાં તપાસ કરાવશે નહીં. ઇવીએમથી સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી ગેરરીતિની આશંકા રહેલી છે. પ્રજા ભયભીત થઇ રહી છે કે, તેના મત પણ તેના મત તરીકે રહેતા નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ એક પછી એક રાજ્યોમાં ભાજપની જીત થઇ હતી. માયાવતીએ કહ્યું હતું કે, ઇવીએમમાં વિવાદ બાદ મતપત્રકો મારફતે ચૂંટણીની બાબત યોગ્ય છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધની સ્થિતિ રહેલી છે. નાણામંત્રી અરુણ જેટલીએ ગઇકાલે કહ્યું હતું કે, રાફેલને લઇને મોદી સરકાર ફસાઈ છે.

Related posts

લોકસભામાં ભાજપ બહુમતિ ઘટીને હવે ૨૭૩ થઇ ચુકી છે

aapnugujarat

૫૦૦૦નું બેલેન્સ ન હોવા પર દંડના નિયમ પર ફેર વિચારણા : એસબીઆઈ દ્વારા ખુલાસો

aapnugujarat

ઇન્ડિગો બાદ જેટ એરવેઝનો પણ બોલી લગાવવા ઇનકાર : એરઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1