Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં આજે પણ હળવો વરસાદ જારી રહ્યો હતો. બીજી બાજુ અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે જોરદાર ઠંડા પવનો ફુંકાયા હતા. સાથે સાથે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હળવા વરસાદી ઝાપટાના પરિણામ સ્વરુપે ગઇકાલે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. આનો મતલબ એ થયો કે, જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. બીજી બાજુ રાજ્યના અન્ય ભાગોમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ જોવા મળી રહ્યું છે. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે.
દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૩ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જારી રહી શકે છે.

Related posts

કેટલાક દ્વારા મારી કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર કરાયું : મ્યુનિ.વિપક્ષ નેતા દિનેશ શર્મા

aapnugujarat

વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાલાને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

aapnugujarat

આદર્શ નિવાસી શાળા વસેડી ખાતેનું શેલ્ટર હોમ આશ્રિતો માટે બન્યું હેપી હોમ…

editor

Leave a Comment

UA-96247877-1