Aapnu Gujarat
ગુજરાત

પ્રતિબંધ છતાં આકાશ તુક્કલો જોવા મળી

ચાઇનીઝ તુક્કલ અને દોરી પર રાજય સરકાર અને પોલીસ દ્વારા જાહેરનામા જારી પ્રતિબંધ લાદયો હોવાછતાં તે બિન્દાસ્ત પણ માર્કેટમાં વેચાતાની સાથે સાથે ઊતરાયણ અને વાસીઊતરાયણના તહેવાર દરમ્યાન પતંગરસિયાઓ અને પ્રજાજનો દ્વારા ચગાવાતાં જોવા મળ્યા હતા. એટલું જ નહી, ચાઇનીઝ દોરીના કારણે અમદાવાદ શહેરમાં રાજયભરમાં કેટલાય લોકોના ગળા કપાવાથી ગંભીર ઇજાઓ અને મૃત્યુની અનેક ઘટનાઓ પણ સામે આવી હતી. આમ, રાજય સરકાર અને પોલીસ સત્તાવાળાઓના ચાઇનીઝ તુક્કલ અને દોરી પર પ્રતિબંધના આદેશો જાણે કાગળ પર રહી ગયા હોય તેવી સ્થિતિ સામે આવી હતી. ઊતરાયણ અને વાસીઊતરાયણના બંને દિવસે પતંગરસિયાઓએ રાત્રિના અંધકારમાં ચાઇનીઝ તુક્કલ મોટાપાયે ચગાવી તહેવારની મોજ માણી હતી અને તેના કારણે આકાશ બહુ અદ્‌ભુત અને નયનરમ્ય રીતે તુક્કલના દીવડાઓથી જાણે ઝગમગી ઉઠયું હતું. પતંગરસિયાઓની તહેવાર માણવાની લ્હાયમાં કયાંક ને કયાંક સરકાર અને પોલીસ સત્તાવાળાઓના પ્રતિબંધના આદેશનો તો ભંગ થયો હતો પરંતુ સાથે સાથે કેટલાક નિર્દોષ નાગરિકો ચાઇનીઝ દોરી અને તુક્કલનો જાણે અજાણે કયાંક ભોગ બન્યા હતા. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચીઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે આ વખતે અપક્ષા કરતા ઓછી તુક્કલ દેખાઇ હતી. જો કે સાંજે શાનદાર આતશબાજીનો નજોરો તો દરેક છત પર જોવા મળ્યો હતો. ચાઇનીઝ ટુક્કલોના કારણે આગના બનાવો બનતા હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. શહેર પોલીસ કમિશનરે ચાઇનીઝ તુક્કલ ઉડારવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો છતાં ગઇકાલે ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળી હતી.

Related posts

મતદાનની વધેલી ટકાવારીથી કોંગ્રેસને ફાયદો : મનિષ દોશી

aapnugujarat

દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર

aapnugujarat

Gujarat Tourism bagged the ‘Hall of Fame’ National Tourism award

aapnugujarat

Leave a Comment

UA-96247877-1