Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીને ફટકો, સૌથી અમીર વ્યક્તિનો તાજ છીનવાયો

ભારતીય ધનકુબેર મુકેશ અંબાણી અગણીત સંપત્તિના માલિક છે. બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર તેમની નવી નૈટ વર્થ ૪૪.૩ બિલિયન ડૉલર અથવા ૩ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. એટલુ જ નહી મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર શખ્સ છે, તેઓ અરબપતિઓની યાદીમાં ૧૨માં નંબર પર આવે છે. પણ જો વાત રોકડ રકમની કરવામાં આવે તો મુકેશ અંબાણી દેશના બીજા અરબપતિઓની સરખામણીમાં ખુબજ પાછળ છે. મુકેશ અંબાણી ચોથા સ્થાને આવે છે.
રોકડ રકમના મામલે મુકેશ અંબાણીથી આગળ છે વિપ્રોના અજીમ પ્રેમજી. છેલ્લા ૩ વર્ષથી અજીમ પ્રેમજી મુકેશ અંબાણીને પાછળ રાખ્યા છે. આ ત્રણ વર્ષમાં અજીમ પ્રેમજીને ૧૦,૧૧૫ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. અજીમ પ્રેમજી સિવાય કેટલાયે બિઝનેસમેન છે જે આ બાબતે મુકેશ અંબાણી કરતા આગળ છે. વેદાંતાના અનિલ અગ્રવાલ ૯૧૫૯ કરોડની કમાણી સાથે બીજા નંબર પર છે. તો શિવ નાડર ૬૪૯૨ કરોડની કમાણી સાથે ત્રીજા નંબર પર છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ અરબપતિઓને ઈક્વિટી ડિવીડન્ડ અને શેર બાયબેકથી ૨૦ હજાર કરોડથી વધારાની કમાણી કરી છે.કમાણીના મામલે ચોથા નંબર પર છે મુકેશ અંબાણી, ભલે મુકેશ અંબાણી રોકડ રકમમાં પાછળ હોય પણ સંપત્તિના મામલે દેશના દરેક બિઝનેસમેનથી આગળ છે.

Related posts

मूडीज ने GDP घटाकर 5.4 फीसदी कर दिया..!

aapnugujarat

HDFC Bank offers #Parivartan Grant to Gujarat-based start-up PhycolincTechnologies

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૩૦,૩૩૯ કરોડ ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1