Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતમાં એટીએમની સંખ્યામાં ઘટાડો : રિપોર્ટ

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં એટીએમની સંખ્યા ૧૦ હજારથી ઓછી થઇને ૨.૦૭ લાખ પર આવી ગઇ છે. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલી વાર્ષિક રિપોર્ટમાં તેણી જાણકારી આપી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટીએમની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કેટલાંક જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પોતાની શાખાઓને તાર્કિક બનાવવાનું છે.આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમ્યાન ૧.૦૯ લાખથી ઘટીને ૧.૦૬ લાખ પર આવી ગઇ. જોકે, આ દરમ્યાન શાખાઓની અંદર લાગેલા એટીએમની સંખ્યા ૯૮,૫૪૫થી વધીને એક લાખ પર પહોંચી ગઇ. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષમાં બેકિંગ ક્ષેત્રના રૂઝાનો પર પોતાનો તાજા રિપોર્ટ ‘ટ્રેન્ડ્‌સ એન્ડ પ્રોગ્રેસ ઑફ બેંકિંગ ઇન ૨૦૧૭-૧૮’ રિપોર્ટમાં કહ્યું છે, નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારી બેંકોના એટીએમની સંખ્યા ૧.૪૮ લાખથી ઘટીને ૧.૪૫ લાખ પર આવી ગઇ.
આ દરમ્યાન ખાનગી બેંકોના એટીએમની સંખ્યા ૫૮,૮૩૩ થી વધીને ૬૦,૧૪૫ પર પહોંચી ગઇ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ ૨૦૧૮થી ઓગષ્ટ ૨૦૧૮ દરમ્યાન એટીએમની સંખ્યા વધુ ઘટીને ૨.૦૪ લાખ પર આવી ગઇ. જેમાં નાની નાણાંકીય બેંકો અને ચૂકવણી બેંકોના એટીએમ સામેલ નથી. જેનું કારણ ડિજીટલ પદ્ધતિના ઉપયોગમાં વધારો કરવાનો છે.આ દરમ્યાન પૉઇન્ટ ઑફ સેલ ટર્મિનલોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાવવામાં આવ્યો.
વ્હાઇટ લેવલ એટીએમની સંખ્યા પણ આ દરમ્યાન વધીને ૧૫,૦૦૦ની પાર થઇ ગઇ. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન એકીકૃત ચૂકવણી ઈન્ટરફેસ (યૂપીઆઈ) દ્વારા કુલ ૧૦૯૦ અબજ રૂપિયાના ૯૧.૫ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઇ. આ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રથમ છ મહિનામાં વધીને ૧૫૭.૯ કરોડની લેવડ-દેવડ પર પહોંચી. આ દરમ્યાન યૂપીઆઈ દ્વારા ૨૬૭૦ અબજ રૂપિયાની લેવડ-દેવડ થઇ.

Related posts

SC refuses Madras HC’s order to stay Salem-Chennai eight-lane greenfield corridor project

aapnugujarat

નાણાંમંત્રી તરીકે ફરી જેટલીએ ચાર્જ સંભાળ્યો

aapnugujarat

OIC ने कश्मीर मुद्दे पर बदला स्टैंड, भारत ने जताया कड़ा एतराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1