Aapnu Gujarat
ગુજરાત

ગરીબ કલ્યાણ મેળામાં સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે તેની કાળજી લેવા નર્મદા જિલ્લા કલેક્ટર નિનામાનો અનુરોધ

રાજ્ય સરકાર દ્વારાજાન્યુઆરી ૨૦૧૯માં ગરીબ કલ્યાણ મેળા યોજવાનું નક્કી કરવામાં આવતા તેના ભાગરૂપેનર્મદા જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય તે માટે આજે જિલ્લાકલેક્ટરાલય રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. એસ. નિનામાના અધ્યક્ષ સ્થાને એકમિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટરશ્રી. એચ.કે.વ્યાસ, પ્રાયોજનાવહિવટદારશ્રી આર.વી.બારીયા, પ્રાંત અધિકારીશ્રી. કે.ડી. ભગતઅને શ્રી ડી. એન. ચૌધરી વગેરે અમલીકરણ અધિકારીશ્રીઓને સંબોધતા  જિલ્લા કલેક્ટરશ્રી આર. એસ. નિનામાએ  કોઇ સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે તેનીકાળજી લેવા ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી આર. એસ. નિનામાનાએનિયત સમયમાં દરેક વિભાગ દ્વારા અપાતા લાભના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી થાય તે જોવાજણાવ્યું હતું. શ્રી નિનામાએ દરેક વિભાગને આપવામાં આવેલ કલર કોડ મુજબ જલાભાર્થીઓના બેઇઝ બનાવવા જેથી લાભાર્થીઓને તેના લાભ મેળવતી વખતે સરળતા રહે તેમજણાવ્યું હતું. શ્રી નિનામાએ વધુમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળા દરમિયાનદરેક લાભાર્થીને પોતાના લાભ સ્થળ પર જ સરળતાથી મળી રહે તે રીતે સુદ્રઢ આયોજન કરવાઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

આ મિટીંગમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહી ચર્ચા-વિચારણામાંભાગ લીધો હતો.

Related posts

નવરંગપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે હોટલ મેનેજર અને સિકયોરીટીની વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

સાબરકાંઠા પોલીસ અને હિંમતનગર લો કોલેના સંયુક્ત સહકારથી ‘‘અકસ્માત નિવારણ’’ અને ‘‘સ્વચ્છતા’’કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ભ્રષ્ટાચાર કેસ : જમીન વિકાસ નિગમના એમડીની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1