Aapnu Gujarat
મનોરંજન

એમી જેક્સન વધુ ફિલ્મો કરવા તૈયાર

હોટ અને સેક્સી સ્ટાર તરીકે ચર્ચામાં રહેલી અભિનેત્રી જેમી જેક્સન રજનિકાંત સાથેની હાલમાં રજૂ કરવામાં આવેલી ટુ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી લીધા બાદ વધુને વધુ ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે. તેની કેરિયરમાં હવે તેજી આવી શકે છે. ટુ ફિલ્મ ભારતીય સિનેમાની હજુ સુધીની સૌથી મોટી ફિલ્મ હતી. તે ૬૦૦ કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. તેને દેશના તમામ શહેરોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. એમી જેક્સન હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જેક્સન બોલિવુડમાં વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે પરંતુ તેને ભાષાની તકલીફ હજુ નડી રહી છે. આ તકલીફને દુર કરવા માટે તે તમામ પ્રયાસો પણ કરી રહી છે પરંતુ તે હિન્દી ભાષાને લઇને રહેલી તકલીફ સંપૂર્ણપણે દુર કરી શકી નથી.તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. સાથે સાથે કેરિયર પર પણ ધ્યાન આપી રહી છે જેતી તેના બોલિવુડમાં રહેલા શુભચિંતકો હવે તેને હિન્દી ભાષા પર પ્રભુત્વ મેળવી લેવાની સલાહ આપી રહ્યા છે. તેની પાસે અન્ય ફિલ્મો પઁણ હાથમાં છે. તેની કેરિયરમાં હાલમાં તે સૌથી મોટા સુપરસ્ટાર સાથે કામ કરી ચુકી છેે . એમી જેક્સનને બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે ગણવામાં આવે છે. તેની પાસે આવી જ ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. ટુ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ નોંધ લેવામાં આવી રહી છે. હાલમાં તેની પાસે તમામ મોટા બેનરોની ફિલ્મો રહેલી છે.ટુ ફિલ્મમાં રજનિકાંત ઉપરાંત બોલિવુડ સ્ટાર અક્ષય કુમારની પણ ભૂમિકા રહી હતી. એમી જેક્સન વિદેશી ભાષાની ફિલ્મો અને ટીવી સિરિયલમાં પણ કામ કરવા માટે આશાવાદી છે. તેને વિદેશમાંથી કેટલીક ઓફર સિરિયલ માટે મળી ચુકી છે. પ્રિયંકાની જેમ તે આગળ વધવા ઇચ્છુક છે.

Related posts

ટાઇગરને પ્રભાવિત કરવાનું ખૂબ મુશ્કેલ છેઃ દિશા પટણી

aapnugujarat

વિરાટ-અનુષ્કાની સાથે ફિલ્મ બનાવી શકે કરણ જોહર, ટિ્‌વટર પર કર્યા વખાણ

aapnugujarat

એક વખતે બોલ્ડ ફિલ્મ માટે તેને બોલાવવામાં આવી હતી : નુસરત ભરૂચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1