Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભવિષ્યમાં કોઈ મહિલા દલાઈ લામા બની શકે : દલાઈ લામા

તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાએ શુક્રવારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બેમાં એક કાર્યક્રમમાં રસપ્રદ નિવેદન કર્યું હતું. દલાઈ લામાએ જણાવ્યું કે, બૌદ્ધ પરંપરા બહુ ઉદાર છે અને દરેકને સમાન અધિકારમાં માને છે જેથી ભવિષ્યમાં કોઈ મહિલા પણ દલાઈ લામા બની શકે છે.
દલાઈ લામાનું વાસ્તવિક નામ તેન્ઝિન ગ્યાત્સો છે અને તેમને ૧૯૮૯માં શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. વૈશ્વિક સ્તરે દલાઈ લામા તિબેટની આઝાદી અને અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહે છે. તેમને ભવિષ્ય અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોઈ મહિલા પણ દલાઈ લામા બની શકે છે. તેમના મતે ભગવાન બુદ્ધે તમામને સમાન હકો આપેલા છે અને તિબેટિયન તેમજ ભારતીયમાંથી કોઈ મહિલા પણ સર્વોચ્ચ પદ પર આવી શકે છે. દલાઈ લામાએ કાર્યક્રમાં વધુમાં જણાવ્યું કે, ૧૫ વર્ષ પૂર્વે એક ફ્રેન્ચ મહિલાઓ માટેના મેગેઝિનના એડિટર મારી પાસે ઈન્ટરવ્યૂ માટે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું હતું કે શું ભવિષ્યમાં કોઈ મહિલા દલાઈ લામા હોઈ શકે છે. મે તેને સકારાત્મક જવાબ આપ્યો હતો. ભવિષ્યમાં મહિલાઓ વધુ સશક્ત હશે તો જરૂરથી તેઓ દલાઈ લામા બની શકે છે. બૌદ્ધ ધર્મ ઘણો ઉદાર છે.દલાઈ લામાના મતે કિંડરગાર્ટનથી જ આપણે ભાવનાત્મક સ્વચ્છતાના પાઠ શીખવવા જોઈએ કારણ કે શારીરિક સ્વાસ્થ્ય માટે મનની શાંતિ મહત્વની છે. ભારતમાં મન અને ભાવનાનું જ્ઞાન ૩,૦૦૦ વર્ષો જૂનું છે. ભારત એકમાત્ર સંસ્કૃતિ છે જ્યાં ત્રણ હજાર વર્ષો પૂર્વે વિપસ્યનાના વિચારને અપનાવવામાં આવ્યો હતો. મનની શાંતિ માટેનું આ એક માધ્યમ છે.અન્ય દેશોમાં ભગવાનને માને છે પરંતુ લોકોમાં ભગવાનની માન્યતા પ્રાર્થના પુરતી સિમિત છે જ્યારે ભારતમાં મનની શાંતિ માટે વિકલ્પો જોવા મળે છે. સુખ અને શાંતિ બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. ૨૦મી સદીમાં ખુબજ હિંસા અને વેદના રહી. ૨૧મી સદીમાં તેનું પુનરાવર્તન ના થવું જોઈએ અને શાંતિ સ્થપાવી જોઈએ. દલાઈ લામાએ વધુમાં જણાવ્યું કે આંતરિક શાંતિ વગર યોગ્ય શાંતિ મેળવી નથી શકાતી. બૌદ્ધિકતાને લાગણીઓ સાથે જોડવી આવશ્યક છે.

Related posts

चीन : कोयला खदान में गैस का रिसाव, 18 की मौत

editor

चीन में बिकेंगी भारत की जेनरिक दवाइयां

aapnugujarat

દોભાલની બે તરફી રણનીતિ સફળ નહીં થાય : પાકિસ્તાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1