Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ૧૫ જિલ્લામાં કોંગ્રેસ ભાજપને હંફાવી દેશે

૫ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સ્વાભાવિક રીતે જ ઘણો ફાયદો થશે. વળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતીથી ઉભરી છે. રાજ્યના ૧૫ જિલ્લા એવા છે કે જ્યાં ભાજપે કોંગ્રેસને રીતસરની હંફાવી દીધી છે અને આ ૧૫ જિલ્લાઓની ૧૧ લોકસભા બેઠક છે. આથી જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ વિસ્તારોમાં શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા કવાયત શરૂ કરી છે.
૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સંજીવની મેળવ્યા બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં પણ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરશે. ગુજરાતના ૩૩ જિલ્લામાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય હોય તેવા ૧૫ જિલ્લા છે. કે જ્યાં ૧૧ લોકસભાની બેઠક છે.
જિલ્લા પ્રમાણે જોઇએ તો અમરેલી, જૂનાગઢ, આણંદ અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રસના ૫-૫ ધારાસભ્યો છે. તો ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૪-૪ ધારાસભ્યો છે. અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મોરબી અને જામનગરમાં કોંગ્રસના ૩-૩ ધારાસભ્યો છે. જ્યારે કે છોટાઉદેપુર અને તાપીમાં ૨-૨, તેમજ ડાંગ અને નર્મદામાં ૧-૧ ધારાસભ્ય છે.
બીજી તરફ ભાજપના વધુ ધારાસભ્યો ચૂંટાયેલા હોય તેવા ૧૩ જિલ્લાઓ છે. સુરત અને અમદાવાદમાં ભાજપના ૧૫ ધારાસભ્યો છે. તો વડોદરામાં ૮ અને રાજકોટમાં ૭ ધારાસભ્યો છે. ભાવનગરમાં ૬ તો મહેસાણામાં ૫ ધારાસભ્યો છે. તો વલસાડ, કચ્છ અને પંચમહાલમાં ભાજપના ૪-૪ ધારાસભ્યો છે. નવસારી અને સાબરકાંઠામાં ૩-૩ ધારાસભ્યો છે. તો પોરબંદરમાં ૧ ધારાસભ્ય છે.તો કોંગ્રેસ અને ભાજપના સમાન ધારાસભ્યો હોય એવા ૫ જિલ્લા છે. ખેડા અને દાહોદમાં ભાજપ-કોંગ્રેસના ૩-૩ ધારાસભ્યો છે. તો દેવભૂમિ દ્વારકા, બોટાદ અને મહીસાગરમાં ભાજપ-કોંગ્રેસના ૧-૧ ધારાસભ્યો છે.
દેશ અને ગુજરાતના પ્રવાહની સમાનતાની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં ૨૩ પક્ષોના એનડીએને ૩૩૬ બેઠકો, જ્યારે કે ભાજપને ૨૮૨ બેઠકો મળી હતી. કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી અને ૧૨ પક્ષોના યુપીએને માત્ર ૬૦ બેઠક મળી હતી. ૨૦૧૬ પછી કોંગ્રેસ અને તેની આગેવાનીમાં યુપીએને મળનારા મતની સંખ્યા વધતી જોવા મળી રહી છે. આવી જ સ્થિતિ રહી તો એનડીએને ૨૧૧ બેઠક મળી શકે છે. જ્યારે યુપીએ ગઠબંધનને ૧૯૨ બેઠક જ્યારે અન્યોને ૧૪૦ બેઠક મળી શકે છે. આવી જ અસર ગુજરાતમાં જોવા મળી રહી હોવાથી ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં કપરાં ચઢાણનો સામનો કરવો પડશે.

Related posts

પાલનપુર કોર્ટના મદદનીશ સરકારી વકીલ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

रोड सेफ्टी ऑथोरिटी की रचना का अध्यादेश जारी किया गया

aapnugujarat

રાજયની ૭ હજારથી વધુ એસટીના પૈડા થંભી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1