Aapnu Gujarat
મનોરંજન

વાણી અને રણબીર કપુરની શમશેરા ૨૦૨૦માં આવશે

અભિનેત્રી વાણી કપુરને સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે. તે હવે યુવા પેઢીની લોકપ્રિય સ્ટાર રણબીર કપુર સાથે શમશેરામાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૩૧મી જુલાઇ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્તની પણ ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. શમશેર ફિલ્મને લઇને વાણી આશાવાદી બનેલી છે. ઉપરાંતતે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે. તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી.

Related posts

अक्षय कुमार ने यूट्यूबर पर ठोका 500 करोड़ रुपये का मानहानि का मुकदमा

editor

સેક્સી સ્ટાર એમ્મા વોટ્‌સન ફરી એકવખત સિંગલ બની

aapnugujarat

श्रद्धा ने इंस्टाग्राम पर 50 मिलियन फॉलोवर्स को आंकड़ा किया पार

editor

Leave a Comment

UA-96247877-1