Aapnu Gujarat
બિઝનેસ

યુટ્યૂબના એક્ટિવ યુઝર્સમાં ૧૦૦% ઉછાળો

સસ્તા ડેટા અને ઓછી કિંમતના સ્માર્ટફોન્સને કારણે ભારતના નેટિઝન્સે યુટ્યૂબ વિડિયો શેરિંગ સર્વિસનો છૂટથી ઉપયોગ કર્યો છે.
ટોચના એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર લગભગ દરેક સ્માર્ટફોન યુઝર યુટ્યૂબની સર્વિસનો દરરોજ ઉપયોગ કરે છે અને આટલા બહોળા ઉપયોગને કારણે વૃદ્ધિ ધમાકેદાર રહી છે.
યુટ્યૂબ ઇન્ડિયાના કન્ટેન્ટ પાર્ટનરશિપ ડિરેક્ટર સત્યા રાઘવને જણાવ્યું હતું કે, અમારા દૈનિક એક્ટિવ યુઝર્સમાં ૧૦૦ ટકા વધારો નોંધાયો છે અને હું એવું કહી શકું કે યુટ્યૂબ યુઝર્સ માટે રોજિંદી ટેવ બની ચૂકી છે. દરેક વ્યક્તિ રોજ યુટ્યૂબ પર કન્ટેન્ટ નિહાળી રહ્યો છે.
૨૦૧૪માં યુટ્યૂબ પર માત્ર ૧૬ ભારતીય કન્ટેન્ટ ક્રિયેટર્સ અને ૧૦ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા. ગયા વર્ષે ૧૪૫ ચેનલ્સે આ આંકડો હાંસલ કર્યો હતો.
રાઘવને જણાવ્યું હતું કે, અત્યારે ૧૦ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતા ૩૦૦ ક્રિયેટર્સ છે. બે ક્રિયેટર્સ દર સપ્તાહે સરેરાશ ૧૦ લાખનો આંકડો વટાવી રહ્યા છે અને ૨,૫૦૦ ક્રિયેટર્સ રોજ પ્રથમ ૧,૦૦૦ સબસ્ક્રાઇબર્સની સીમાચિહ્ન હાંસલ કરી રહ્યા છે.
ભારત ૩૯ કરોડ એક્ટિવ ઇન્ટરનેટ યુઝર્સ સાથે બીજો સૌથી મોટો ઇન્ટરનેટ વપરાશકાર દેશ બન્યો છે.
દર વર્ષે ૪ કરોડ નવા ઓનલાઇન ગ્રાહકો ઉમેરાય છે અને આંકડો સતત વધી રહ્યો છે. એટલે ભારતમાં યુટ્યૂબની વૃદ્ધિ આગામી સમયમાં વધુ વેગ પકડશે એવો અંદાજ છે.

Related posts

Google Pay અને PhonePeના માધ્યમથી મિનિટોમાં જ મેળવો લોન,

aapnugujarat

ઇબી-૫ વીઝા પ્રોગ્રામમાં ભારતીય બીજા ક્રમાંક પર

aapnugujarat

દેશમાં ઇસ્લામિક બેંક લાવવા માટેની દરખાસ્ત નામંજુર થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1