Aapnu Gujarat
બિઝનેસ

માલ્યા કેસ : નાણાં મંત્રાલયનાં કેટલાંક બાબુ પર નજર

લોન લઇને ફરાર થઇ ગયેલા શરાબ કારોબારી વિજય માલ્યાના મામલામાં કિંગફિશર એરલાઇન્સ અને બેંકોની સામે અનિયમિતતાની તપાસના મામલામાં હવે તપાસ સંસ્થા સીબીઆઇની રડારમાં નાણાં મંત્રાલયના કેટલાક બાબુ પણ આવી ગયા હોવાના હેવાલ મળ્યા છે. આ બાબુઓમાં હવે ફફડાટ ફેલાઇ ગયો છે. કેટલાક અધિકારીઓ પર સીબીઆઇની ટીમ હવે નજર રાખી રહી છે. આવનાર કેટલાક દિવસોમાં માલ્યાને લોનની પુનરચનાના મામલામાં નાણાં મંત્રાલયના ઓછામાં ઓછા ત્રણ સિનિયર અધિકારીઓની સામે તપાસ કરવાના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે. સુત્રોના કહેવા મુજબ મિડ રેન્કિંગના અધિકારીઓ ઉપરાંત આ મામલામાં ટોપના અધિકારઓ અને વિવાદાસ્પદ લોનના રીકાસ્ટના સંબંધમાં નિયુક્ત કરવામાં આવેલા એક રાજકીય વ્યક્તિન ભૂમિકામાં પણ તપાસ કરવામાં આવી શકે છે. મિડ રેન્કિંગના અધિકારી વિજય માલ્યા અને તેમની ટીમ સાથે કેટલીક વખત વાતચીત કરી હતી. આ ઉપરાંત આ અધિકારીએ બેંકોના પ્રમુખો સાથે પણ વાતચીત કરી હતી. એમ કહેવામાં આવી રહ્યુ છે કે આ અધિકારીના સિનિયર અધિકારીએ રિસ્ટ્રકચર પેકેજ માટે કાનગી રીતે બેંકરોને ફોન કોલ કરાવ્યા હતા.
આ વાતચીતમાં દેવાને ઇક્વિટીમાં બદલી નાંખવા માટે વાતચીત પણ કરવામાં આવી હત. આ મામલામાં સીબીઆઇની ટીમ પહેલાથી જ માલ્યા, તેમના સાથી અને આઇડીબીઆઇ બેંકોના અધિકારીઓની સામે તપાસ કરી રહી છે. કિંગ ફિશર એરલાઇન્સની લોન બે વખત રિસ્ટકચરિંગ કરવામાં આવી હત. વર્ષ ૨૦૦૯માં પ્રથમ વખત લોનની રિસ્ટકચરિંગ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય ચૂંટણી પહેલા બીજી વખત રિસ્ટકચરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Related posts

FPI દ્વારા જાન્યુઆરીમાં ૪ હજાર કરોડ ખેંચાયા

aapnugujarat

દેશમાં મેડિકલ ટુરિઝમ ત્રણ અબજ ડોલરને આંબી ગયો

aapnugujarat

मूडीज ने भारतीय अर्थव्यवस्था की रेटिंग घटाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1