Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા ન્યાયની લડાઇમાં ભારત સાથે છે : ટ્રમ્પ

મુંબઇમાં ૨૬/૧૧માં થયેલા આતંકવાદી હુમલાની ૧૦મી વરસી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે કહ્યું કે, અમેરિકા ન્યાયની લડાઇમાં ભારતના લોકોની સાથે ઉભું છે.
ડોનાલ્ડ્ર ટ્રમ્પે ટિ્‌વટમાં લખ્યું કે, મુંબઇ આતંકવાદી હુમલાની ૧૦મી વરસી પર, અમેરિકા ન્યાયની લડાઇમાં ભારતના લોકોની સાથે ઉભું છે. આ હુમલામાં ૬ અમેરિકીઓ સહિત ૧૬૬ નિર્દોષોનું મોત થયું હતું. આપણે ક્યારેય આતંકવાદીઓને જીતવા નહીં દઇએ, તેના પહેલા અમેરિકાએ સોમવારે ૨૬/૧૧ હુમલા સાથે જોડાયેલા આતંકીઓ વિશે કોઇ પણ સૂચના આપનાર માટે મોટા ઇનામની જાહેરાત કરી હતી. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, ૨૬/૧૧ હુમલા સાથે જોડાયેલા હાફિઝ સઇદ, જકીઉર્રહમાન લખવી વિશે માહિતી આપનારને ૫૦ લાખ ડોલર (૩૫ કરોડ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, દેશના ઇતિહાસમાં થયેલો આ સૌથી મોટો આતંકી હુમલો હતો, જેના ૬૦ કલાક તમામ દેશો માટે હચમચાવી નાખનાર હતા. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકીઓએ મુંબઇના ઘણા સ્થાનો પર હુમલાઓ કરી ૧૬૬ લોકોની હત્યા કરી નાખી હતી. મરનાર લોકોમાં અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થાય

Related posts

एशियाई देशों को ज्यादा तेल की पेशकश कर रहा सऊदी

aapnugujarat

૨૮ના રોજ થયેલા હવાઈ હુમલામાં માર્યો ગયો આઇએસ ચીફ બગદાદીઃ રશિયાનો દાવો

aapnugujarat

કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસની ભારતની અરજી પાકે. ૧૭મી વખત ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1