Aapnu Gujarat
મનોરંજન

મારા લગ્ન માટે થોડી રાહ જુઓ : આલિયા

મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ચાહકો જોગ સંદેશામાં કહ્યું હતું કે મારાં લગ્ન માટે તમારે થોડી વાટ જોવી પડશે. હાલ મારે મારાં કમિટમેન્ટ્‌સ પૂરાં કરવાનાં છે.
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મના શૂટિંગ માટે હાલ સતત રણબીર કપૂરની સાથે હોય એજા સંજોગોમાં આલિયાએ એવી વાતોને રદિયો આપ્યો હતો કે એેની અને રણબીરની વચ્ચે ગેરસમજ થઇ છે અને બંનેના સંબંધોમાં તિરાડ પડી છે.
રણબીર પોતાના મોબાઇલ ફોનમાં બીઝી હોય અને બાજુમાં બેઠેલી આલિયા મોં ચડાવીને બેઠી હોય એેવા એક ફોટોગ્રાફ સાથે એવા અહેવાલ મિડિયામાં પ્રગટ થયા હતા કે બંને વચ્ચે તું તા થઇ છે. આ અહેવાલનું હેડિંગ હતું ટ્રબલ ઇન પેરેડાઇઝ.
આલિયાએ કહ્યું હતું કે અમારી વચ્ચે એવી કોઇ ગંભીર માથાકૂટ થઇ નથી. અમે મોજથી બ્રહ્માસ્ત્રનું કામ કરી રહ્યા છીએ. હાલ અમારા બંનેનાં જે કમિટમેન્ટ્‌સ હાથ પર છે એ પૂરાં કર્યાં વિના અમે લગ્ન કરી શકીએ એવી શક્યતા ઓછી છે. કમ સે કમ ૨૦૧૯માં તો લગ્નની કોઇ યોજના નથી. મારાં લગ્ન માટે તમારે થોડી વાટ જોવી પડશે.
અગાઉ રણબીરનું નામ અન્ય કેટલીક હીરોઇનો સાથે પણ જોડાયું હતું જ્યારે આલિયાનું નામ ફક્ત સ્ટુડન્ટ ઑફ ધી યરના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગાજ્યું હતું. જો કે હાલ એના રણબીર સાથેના સંબંધો દ્રઢ હોય એવું લાગે છે.

Related posts

मैं अलग तरह की फिल्में चुनता हूं : आयुष्मान

aapnugujarat

ચંગેજ ખાન ઉપર બાયોપિક ફિલ્મ કરવા સલમાન તૈયાર

aapnugujarat

फिल्मों को फास्ट फूड न बनाएं : सनी देओल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1