Aapnu Gujarat
મનોરંજન

મારે ‘કૂલી નંબર-૧’ની રિમેક નથી કરવી : વરુણ

મોખરાના અભિનેતા વરુણ ધવને પોતાના પિતાની વીતેલા દાયકામાં બનેલી હિટ ફિલ્મ કૂલી નંબર વનની રિમેક નથી કરવી એવી સ્પષ્ટતા કરી હતી. ૧૯૮૦ના દાયકામાં ડેવિડ ધવને ગોવિંદાને લઇને કૂલી નંબર વન ફિલ્મ બનાવી હતી જે હિટ કોમેડી સાબિત થઇ હતી. અત્યાર અગાઉ વરુણે પિતાની બનાવેલી અને હિટ નીવડેલી જુડવા ફિલ્મની રિમેક કરી હતી. ઓરિજિનલ જુડવામાં સલમાન ખાન ચમક્યો હતો. વરુણે કરેલી રિમેક પણ સલમાન જેવીજ હિટ નીવડી હતી. ઔછેલ્લા થોડા સમયથી બોલિવૂડમાં એવી વાતો વહેતી થઇ હતી કે ડેવિડ ધવન પોતાની અન્ય હિટ ફિલ્મ કૂલી નંબર વન બનાવવાનું વિચારી રહ્યા હતા. મિડિયાએ એ વિશે વરુણને પૂછતાં વરુણે કૂલી નંબર વનની રિમેક બને તો એમાં કામ કરવાની પોતાની ઇચ્છા નથી એવી સ્પષ્ટ વાત કરી હતી.
પોતાની ઓળખ છૂપાવીને ધવન પરિવારની નિકટ રહેલા એક સૂત્રે કહ્યું કે વરુણે પોતાની આગવી ઇમેજ ઊભી કરી છે. એ શા માટે પિતાની વીતેલા દાયકાની ફિલ્મોની રિમેક કરે ? કૂલી નંબર વન, હીરો નંબર વન, રાજા બાબુ વગેરે ફિલ્મો હિટ હતી એ વાત સાચી પરંતુ એની રિમેક એટલીજ હિટ નીવડવાની કોઇ ગૅરંટી નથી. વરુણ શા માટે ખોટું જોખમ ઊઠાવે ? અત્યારે એની કારકિર્દી સરસ રીતે ચાલી રહી છે. એણે જોખમ લેવાની કોઇ જરૃર નથી.

Related posts

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી

editor

निक के बिना भारत लौटी प्रियंका के चेहरे पर साफ दिखी उदासी

aapnugujarat

ચશ્મે બદ્દુરની સિક્વલમાં ફાતિમા સના શેખ દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1