Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં દિવાળી ઉપર તેજી રહી શકે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં રજા સાથે સંબંધિત તહેવારના ગાળાના સપ્તાહ દરમિયાન પાંચ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. શેરબજારમાં દિવાળીના ગાળા દરમિયાન તેજી રહી શકે છે પરંતુ સાવધાનીપૂર્વક કારોબાર કરવા માટેની સલાહ જાણકાર નિષ્ણાતો આપી રહ્યા છે. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સમાં હાલમાં સ્થિર સ્થિતિ રહે તેવી શક્યતા ઓછી છે. અલબત્ત છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૧૬૬૨ પોઇન્ટનો અથવા તો પાંચ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૫૨૩ પોઇન્ટનો અથવા તો પાંચ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૦૫૫૩ રહી હતી. હવે તહેવાર સાથે જોડાયેલા સપ્તાહ દરમિયાન પાંચ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે. ઇરાન સામે લાદવામાં આવેલા અમેરિકાના પ્રતિબંધોની અસર જોવા મળશે. આ ઉપરાંત સ્પેશિયલ મુર્હૂત કારોબાર, ફેડ રિઝર્વ પોલિસીની બેઠક, કમાણીના આંકડાની અસર જોવા મળી શકે છે.
ઇરાન ઉપર લાદવામાં આવેલા અમેરિકાના પ્રતિબંધ આજથી અમલી બન્યા હતા જેથી ભારત સહિતના દેશો ઉપર પણ તેની અસર રહેશે. અલબત્ત અમેરિકાએ ભારતને રાહત પણ આપી છે. પ્રતિબંધ મુકવામાં આવેલા ઇરાનમાંથી તેલની આયાત કરવા અમેરિકાએ આઠ દેશોને રાહત આપી છે જે પૈકી ભારત પણ એક તેમાં સામેલ છે. આ મુક્તિના પરિણામ સ્વરુપે ભારતને ખરીદીમાં કાપ મુકવાની જરૂર પડશે.
સાઉદી અરેબિયા જેવા મોટા ઓપેક દેશે પણ ભારતની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે તૈયારી દર્શાવી છે. આવી સ્થિતિમાં ઇરાન પરના પ્રતિબંધ તાત્કાલિક ધોરણે ભારતની ક્રૂડ ઉત્પાદન અને માંગ ઉપર કોઇ અસર પડશે નહીં. કારણ કે, સાઉદી અરેબિયાએ આને લઇને તૈયારી દર્શાવી છે. વિદેશી બાબતોને હાથ ધરવાના મામલામાં ટ્રમ્પ વહીવટીતંત્રની થઇ રહેલી ટિકાઓની અસર પણ જોવા મળી શકે છે. બીજી બાજુ અમેરિકામાં યુએસ ફેડ રિઝર્વની બે દિવસની પોલિસી સમીક્ષા બેઠક બુધવારથી શરૂ થશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે, છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં પોલિસી રેટમાં સાત વખત વધારો કરવામાં આવ્યા બાદ અમેરિકાની રિઝર્વ બેંક દ્વારા પ પોલિસી રેટમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. અમેરિકામાં પોલિસી રેટ ૨-૨.૨૫ ટકા રહેલો છે.
ફેડ દ્વારા અર્થતંત્ર ઉપર કોઇ અસર થાય તેવા નિર્ણય લેવાના સંકેત આપ્યા નથી. શુક્રવારના દિવસે અમેરિકામાં મજબૂત જોબ ડેટા જારી કરવામાં આવી ચુક્યા છે. જેના લીધે તેના હકારાત્મક પરિણામો ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળશે. ફેડની બેઠક ઉપર નજર કેન્દ્રિત થયેલી છે. બીએસઈ લિસ્ટેડ કંપનીઓ દ્વારા આ સપ્તાહમાં પણ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જે કંપનીઓના પરિણામ જારી કરવામાં આવનાર છે તેમાં સિપ્લા, ગેઇલ, ફોર્ટિઝ હેલ્થકેર, પીએનબી હાઉસિંગ, પાવર ગ્રીડનો સમાવેશ થાય છે. આ તમામના પરિણામ આવતીકાલે જાહેર કરાશે. મંગળવારના દિવસે આદિત્ય બિરલા, ગ્રેફાઈડ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. ગુરુવારના દિવસે એમઆરએફ અને શુક્રવારના દિવસે ટાઈટન કંપની, ઇન્ડિયન બેંક, ઇન્ડિયા સિમેન્ટના પરિણામ જાહેર થશે.

Related posts

૧૫ સૌથી અમીરોનું દેવુ માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં : રાહુલ

aapnugujarat

जम्मू कश्मीरः लश्कर कमांडर जुनैद मट्टू समेत २ आतंकी ढेर

aapnugujarat

બેંકમાં તો ઠીક પણ પોસ્ટઘરોમાં વર્ષોથી હજારો કરોડ રૂપિયા પડ્યાં છે, જેનું કોઈ દાવેદાર નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1