Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દિવાળી પર સોનાની ખરીદી ઓછી રહેશે

દેશમાં સોનાની માંગ જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઉલ્લેખનીય રીતે વધી ગઇ છે. માંગ ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર ૧૦ ટકા વધી ગઇ છે. આન સાથે જ માંગ વધીને ૧૮૩.૨ ટનની આસપાસ પહોંચી ગઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના રિપોર્ટમાં કહ્ય છે કે સોનાની કિંમતો વધી રહી છે. સાથે સાથે બજારમાં લેવડદેવડ માટે રોકડ અથવા તો લિક્વિડટીની કમી જોવા મળી રહી છે. જેના કારણે આ વખતે ધનતેરસ અને દિવાળ પર સોનાની માંગ સામાન્ય રહી શકે છે. ડબલ્યુજીસીના ત્રીજા ત્રિમાસિક (જુલાઇ-સપ્ટેમ્બર )માં ગોલ્ડ ડિમાન્ડ આઉટલુક રિપોર્ટ જારી કરવામાં આવ્યા બાદ કેટલાક વિગત સપાટી પર આવી છે. રિપોર્ટ મુજબ મુલ્યના આધાર પર દેશમાં આ ગાળા દરમિયાન સોનાની માંગ ૧૪ ટકા વધી ગઇ છે. આ માંગ ૫૦૦૯૦ કરોડ રૂપિયા રહી છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં આ ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૪૩૮૦૦ કરોડનો રહ્યો હતો. ડબલ્યુજીસીના ભારતના એમડી સોમસુન્દરમે કહ્યુ છે કે ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. આ ટેક્સ સહિત ૨૯ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહેતા લોકોને આંશિક રાહત થઇ હતી. જાન્યુઆરી ૨૦૧૮ બાદ સોનાની કિંમત સૌથી નીચેની સપાટી પર પહોંચી ગઇ હતી. આના કારણે સોનાની માંગમાં તેજી આવી છે. જો કે ડોલરની તુલનામાં રૂપિયો કમજોર હોવાના કારણે સોનાના સ્થાનિક ભાવ પ્રભાવિત થયા છે. તેમાં તેજી રહી છે. ટુંક સમયમાં જ સોનાની કિંમત ૩૨ હજાર સુધી પહોંચી ગઇ હતી.સોનાના ભાવ હાલ સ્થિર રહી શકે છે.

Related posts

સ્પીડ બ્રેકરો જીવલેણ દુર્ઘટના સર્જે છે : હેવાલ

aapnugujarat

ચોકીદાર સિંહ છે,ભાજપ આ વખતે ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો જીતશે યોગી આદિત્યનાથ

aapnugujarat

अगले साल से केवल बीएस-6 वाहन ही उपलब्ध होंगे : जावड़ेकर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1