Aapnu Gujarat
રમતગમત

કોહલીને લઇ સચિને કહ્યું,”તેની તુલના મારી સાથે ન કરો, મારો સમય અલગ હતો”

વિરાટ કોહલી જે તેજીથી મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનાં રેકોર્ડ તરફ આગળ વધી રહેલ છે. તેનાંથી ખુદ માસ્ટર બ્લાસ્ટરે પણ હેરાની દર્શાવતા કહ્યું કે, ભારતીય ટીમનાં વર્તમાન કેપ્ટન મહાન ખેલાડીઓમાંનાં એક છે પરંતુ તેઓ “તુલનામાં વિશ્વાસ” નથી કરતા.
કોહલી હાલમાં જ તેંડુલકરનાં રેકોર્ડને તોડીને એક દિવસીયચ ક્રિકેટમાં સૌથી તેજ ૧૦,૦૦૦ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તે તેંડુલકરનાં વન-ડેમાં રેકોર્ડ ૪૯ સદીઓ તરફ પણ તેજીથી આગળ વધી રહેલ છે.
કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રજૂ વર્તમાન શૃંખલાનાં ત્રીજી વન-ડેમાં પોતાની ૩૮મી સદી લગાવી હતી.
તેંડુલકરે કહ્યું કે,એક ખિલાડી તરીકે વિરાટનાં વિકાસની વાત કરીએ તો મને લાગે છે કે તેણેે વધારે તેજીથી સુધાર કર્યો છે. મને હંમેશાથી એવું લાગતું હતું કે આમાં સારું કરવાની લલક છે અને મને શરૂઆતથી જ એવું લાગતું હતું કે ઉચ્ચ બેટ્‌સમેનોમાં તે શામેલ થશે.તે પણ માત્ર સદીનાં નહીં પરંતુ સર્વકાલિક મહાન ખેલાડીઓમાંથી એક હશે.તેઓએ કહ્યું કે,આની પર દરેક લોકોનો પોતાનો એક વિચાર હોય છે. જો કોઇની તુલના કરવાની હોય તો હું તેમાં દખલ કરવા નહીં ઇચ્છું કેમ કે ૬૦, ૭૦ અને ૮૦નાં દશકનાં અલગ પ્રકારનાં બેટ્‌સમેન હતાં કે જ્યારે હું રમતો હતો અને આજનાં સમયમાં પણ બોલિંગ અલગ-અલગ પ્રકારની થઇ ગઇ છે.
તેંડુલકર અહીનાં ડી.વાઇ પાટીલ સ્ટેડિયમમાં મિડિલસેક્સ ગ્લોબલ એકેડમીનાં પહેલા ભારતીય શિબિરનાં આયોજનનાં મોકા પર બોલી રહ્યાં હતાં. અહીંયા તેઓનાં બાળપણનાં દોસ્ત અને બેટ્‌સમેન વિનોદ કાંબલીએ પણ બાળકોનું માર્ગદર્શન કર્યું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સેંકડો સદીઓ લગાવનાર ક્રિકેટરે કહ્યું,પહેલી વાત તો વિરાટે જે કહ્યું અને હું પણ ૨૪ વર્ષો સુધી રમવા દરમ્યાન આ જ વાત કહેતો રહ્યો છું. મેં ક્યારેક તુલના કરવા પર વિશ્વાસ નથી કર્યો. દરેક યુગની સાથે રમતનો આઇડીયા પણ બદલાય છે.આમાં ફેરફાર નિરંતર રહ્યો છે.

Related posts

न्यूजीलैंड दौरे से पहले चोटिल हुए तेज गेंदबाज इशांत

aapnugujarat

विदेशी दौरे पर मिले वाइफ का साथ : कोहली

aapnugujarat

New Zealand beats England

aapnugujarat

Leave a Comment

UA-96247877-1