Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતને મહેનતના પૂરેપૂરા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : કૌશિક પટેલ

જગતના તાત એવા ખેડૂતને તેની મહેનતના પૂરેપૂરા ભાવ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે આજે અમદાવાદ જિલ્લામાં ડાંગરની ખરીદીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. બાવળા ખેત ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે ટોકન રૂપે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી મંત્રીએ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, બાવળા એ મોટા પ્રમાણમાં ડાંગર પકવતો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સમયે પાણી અને વિજળી પૂરી પાડી ખેડૂતની લાગણી અને માંગણીને વાચા આપી આ વિસ્તારને વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતો કર્યો છે.
રાજ્ય સરકારે કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને આધુનિક ખેત પધ્ધતિ અને ડ્રીપ ઇરીગેશનની સમજ ગામડે-ગામડે જઇને પૂરી પાડી છે તેમાં હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે ઉપજના પણ પોષણક્ષમ ભાવ આ ખરીદી દ્વારા ખેડૂતોને મળશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદીમાં ક્યાંય પણ ગેરરીતી ન થાય તે માટેના ચુસ્ત પગલાં દ્વારા આ સમગ્ર ખરીદી થવાની છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આ અવસરે જણાવ્યું કે, રાજ્યમાં એક સાથે ૧૮૮ કેન્દ્રો પરથી ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવશે.
ગત વર્ષે ડાંગર પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૫૫૦ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૭૫૦ ના ભાવે, ગત વર્ષે બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૪૨૫ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૯૫૦ ના ભાવે અને ગત વર્ષે મકાઇ પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૪૨૫ ના ભાવે ખરીદવામાં આવી હતી તે આ વર્ષે રૂા. ૧૭૦૦ ના ભાવે ટેકાના ભાવે ખરીદવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, જરૂર જણાયે બીજા નવા સેન્ટરોનો પણ પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતો પાસેથી મહત્તમ માલ ખરીદવામાં આવશે.
તેમણે કહ્યું કે, જ્યારે પણ ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવ મળે છે ત્યારે સરકાર સંવેદનશીલતાથી તેમની પડખે ઉભી રહી છે. ટેકાના ભાવે ખરીદી એ ખેડૂતલક્ષી નિર્ણય છે અને તેનાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ થશે.

Related posts

મુખ્યમંત્રીનાં આવાસે દેખાવો કરી રહેલાં કોળી સમાજનાં ઘણાં કાર્યકરોની અટકાયત

aapnugujarat

અમિત ભટનાગર સહિત ૩ સામે બિનજામીનપાત્ર વોરંટ

aapnugujarat

એક જ ફલેટ એકથી વધુ લોકોને વહેંચાતા ત્રણ બિલ્ડરો સામે ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1