Aapnu Gujarat
ગુજરાત

પાક વીમા આપવામાં અને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે : ધાનાણી

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે વિરોધ પક્ષના કાર્યલય, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ઉભી થયેલી ઓછા વરસાદની સ્થિતિ અને પાક નિષ્ફળતાના મુદ્દે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા.
પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે,”ગુજરાતમાં મુખ્ય પાક અને ગૌણ પાક નિષ્ફળ ગયો છે જેથી હવે સરકારે પોલીસ પહેરો રાખવો પડે તેવી ગંભીર સ્થિતિ છે. સૌરાષ્ટ્રના ૮ જીલ્લામાં ગૌણ પાક માટે ૨૦ ઊતારા લેવાની કામગીરી ચાલુ હતી ત્યારે વીમા કંપનીઓએ પાક વીમો નહિ ચૂકવવા માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરાવ્યો છે. ભાજપની સરકારે વીમા કંપનીની શરણાગતિ સ્વીકાર કરી છે જેના મુદ્દે નિષ્પક્ષતાથી પાકના ઊતારા લેવાય તેવી કોંગ્રેસની માંગ છે.’’
ધાનાણીએ નર્મદાના પાણી વિષે જણાવ્યું કે ગુજરાતમાં ઓછા વરસાદના પગલે ૨૦૧૮માં ખરીફ પાક સંદર્ભે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ૭૦ ટકા જેટલી અછતની સ્થિતિ ઉભી થઇ છે. નર્મદાનું પાણી ખેડૂત પાસે સરકાર પહોંચાડી શકી નથી અને પશુઓને ઘાસચારો પણ સરકારે નથી પહોંચાડ્યો. સરકાર નિષ્ફળ રહી છે, ગુજરાતમાં માત્ર ૧૬ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા અને સરકારે સંતોષ માની લીધો છે જેમાં ૨૬૪ મિલિમિટર વરસાદ સાથે ગાંધીધામ પણ હિસ્સો છે અને હજુ ૩૯ જેટલા તાલુકામાં ૨૬૪ મિલિમિટર કરતા ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સરકાર આ ૩૯ સહિત ગાંધીધામને અન્યાય કરીને સરકાર કિનનાખોરી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૩૯ તાલુકાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોવા છતાં, તેને અછતગ્રસ્ત જાહેર નહીં કરતા તેનો પણ અછતગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં ૫૪ ટકાથી વધુ તાલુકા અછતની પીડિત છે જેણે રાજય સરકાર અછત ગ્રસ્ત જાહેર કરવા જોઇએ જ્યાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે , ક્યાંક વધુ વરસાદ ના પગલે પાક નું પણ ધોવાણ થયુ છે તો ક્યાંક જમીનમાં પાણી નથી. ચાલુ વર્ષે મગફળી અને કપાસનું ઉત્પાદન નહિવત થશે તેવી પરિસ્થિતિ નિમાર્ણ પામી છે.

Related posts

કૃષિ અને ઊર્જા મંત્રીનો પ્રવાસ કાર્યક્રમ

aapnugujarat

गुजरात चुनाव : सुप्रीम पहुंची कांग्रेस को झटका

aapnugujarat

રાજ્યસભાનાં ચૂંટણી પરિણામની રાહ જોતાં ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1