Aapnu Gujarat
મનોરંજન

મારે એક્શન ફિલ્મો કરવી છે : પરિણિતી

અભિનેત્રી પરિણિતી ચોપરાએ કહ્યું હતું કે અત્યાર સુધી મેં રોમાન્ટિક ફિલ્મો કરી હતી. હવે મને લાગે છે કે રોમાન્ટિક ફિલ્મો બહુ થઇ ે ગઇ. હવે મારે એક્શન ફિલ્મો કરવી છે. આમ તો અર્જુન કપૂર સાથે ઇશ્કઝાદેં ફિલ્મોથી કારકિર્દીનો આરંભ કરનારી આ અભિનેત્રીને ફિલ્મોમાં પાંચેક વર્ષ થઇ ગયાં પરંતુ એની એક પણ ફિલ્મ હિટ નીવડી નહોતી. ગયા વર્ષની દિવાળી પર રજૂ થયેલી સુપરહિટ કોમેડી ફિલ્મ ગોલમાલ અગેન ફિલ્મથી પરિણિતી ઊંચકાઇ હતી. હાલ એ અર્જુન કપૂર સાથે વિપુલ શાહની નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મ કરી રહી છે જે વિપુલની જ ૨૦૦૭-૦૮માં રજૂ થયેલી નમસ્તે લંડનની સિક્વલ છે. આ ફિલ્મમાં બંને મુખ્ય પાત્રોની કેમિસ્ટ્રી વખણાઇ છે. પરીએ કહ્યું કે મોટે ભાગે હીરોલોગ એક્શન સીન કરીને બધો યશ ખાટી જતાં હોય છે. આ વખતે મારી ઇચ્છા પણ એક્શન કરવાની છે. મને કોઇ સારા ફિલ્મ સર્જક તરફથી આવી ઑફર મળે એની હું વાટ જોઇ રહી છું. હાલ પરી દેશભરનાં શહેરોમાં નમસ્તે ઇંગ્લેંડના પ્રમોશન માટે ફરી રહી છે. એેણે કહ્યું કે આ ફિલ્મ પણ એની ઓરિજિનલ ફિલ્મ નમસ્તે લંડનની જેમ સારી ચાલશે એવી અમને આશા છે.

Related posts

जमानत याचिका के लिए जल्दबाजी नहीं : रिया के वकील

editor

બચ્ચન પરિવાર આ વર્ષે પણ હોળી ઉજવશે નહીં

editor

મોદીની બાયોપિક ફિલ્મ હાલ ભારતભરમાં રજૂ કરાશે નહીં : ચૂંટણી પંચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1