Aapnu Gujarat
શિક્ષણ

બોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

ધોરણ-૧૦ અને ૧રની ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ-ર૦૧૯ની બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તા.ર૦ ઓક્ટોબર આસપાસ શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. બોર્ડના ઇતિસહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે પહેલીવાર જાહેર થયેલા નવરાત્રી વેકેશનના કારણે પ્રક્રિયા ૧પથી ર૦ દિવસ મોડી શરૂ થઇ રહી છે. તેથી વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યાનો આંક પણ ૧પ થી ર૦ દિવસ મોડો જાહેર થવાની શકયતા છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડ દ્વારા હવે છેક સ્કૂલોના રજિસ્ટ્રેશન અને શિક્ષકોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની તમામ નવી સ્કૂલોએ તેમની વિગત બોર્ડને મોકલવાની તેમજ ચાલુ સ્કૂલોએ તેની તમામ વિગતો અપડેટ કરવાની શરૂ કરી છે. આ તમામ કામગીરી પૂરી થયા પછી જ ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી માર્ચ-ર૦૧૯ની પરીક્ષા માટેનાં આવેદનપત્રો ટૂંક સમયમાં ભરવાની શરૂઆત થશે. ચાલુ વર્ષે નોંધાયેલી નવી શાળાઓએ નવેસરથી બોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે હાલમાં ચાલુ હોય તેવી તમામ શાળાઓએ તેની માહિતી અપડેટ કરવા ઉપરાંત ચાલુ વર્ષનાં તમામ ધોરણના ચાલુ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા ભરવા ઉપરાંત શાળાના નામ અને સરનામાની ખરાઇ કરવાની રહેશે. તેથી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી થયા પછી જે નવી શાળાઓને નવા ઇન્ડેક્સ નંબર ફાળવાયા હશે તે શાળાઓએ જે મેઇલ આઇડી આપ્યાં હશે તેના પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે. ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા માટે ગત વર્ષે ધોરણ-૧૦માં ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૪,૭૬,૬૩૪ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૪,૬૭૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આ માસના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે. ખાસ કરીને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. આ વખતે સૌપ્રથમવાર નવરાત્રિ વેકેશનના કારણે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મોડી શરૂ થઇ રહી છે, તે નોંધનીય બાબત છે.

Related posts

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

એસ.વી.આઈ.ટી. વાસદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

ઝીમ્બાબ્વે સરકારે જીટીયુને લેટેસ્ટ ટેકનોલોજીની તાલીમ આપવા આમંત્રણ આપ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1