Aapnu Gujarat
શિક્ષણ

એસ.વી.આઈ.ટી. વાસદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

એસ.વી.આઈ.ટી વાસદ ખાતે ૭૧માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એસ.વી.આઇ.ટી.ના ટ્રસ્ટી હિતેશ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી હિતેશ પટેલે પોતાના પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રોને રાષ્ટ્રના નિર્માણની વાત કરતા રાષ્ટ્ર હિતમાં કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી અને પોતે આગળ વધી રાષ્ટ્રની ગરિમા વધે એવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરતા સર્વેને અખંડ ભારતના ગણતંત્ર વિષયક વાતો કરી હતી. આ પ્રસંગે કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને ગ્રામ્યજનોએ આ રાષ્ટ્રીય પર્વમાં જોડાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરી હતી.
આ પ્રસંગે કોલેજના સર્વે સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ સેવા પૂરી પાડી હતી. એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દીપક પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ, સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી સર્વેને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related posts

કોરોનામાં લેવાયલ ગુજ યુનિ.ની પરીક્ષા ફરીથી લેવાશે

editor

सभी स्कूलों का स्वच्छ विद्यालय के लिए रजिस्ट्रेशन अनिवार्य 

aapnugujarat

JEE (Mains) , NEET એક વર્ષમાં બે વખત યોજવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1