Aapnu Gujarat
ગુજરાત

રવિવારે સરખેજ ખાતે અનુ. જાતિનાં ભાઈ-બહેનો માટે બનનારાં શિક્ષણ સંકુલનું ખાતમુહુર્ત

તા. ૩૦-૦૯-૨૦૧૮ને રવિવારનાં રોજ શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ત્રણ વર્ષ પૂરાં કરી રહ્યું છે. અનુસુચિત જાતિનાં તમામ વર્ગનાં આજીવન સભ્યો આ સંસ્થામાં સામેલ છે. બહેનો સાથે ૩૫૦ જેટલાં આજીવન સભ્યો આ સંસ્થા પાસે છે. અનુસુચિત જાતિનાં આર્થિક રીતે નબળા છોકરા / છોકરીઓને શિક્ષણ મેળવવામાં મદદરૂપ થવું જ આ સંસ્થાનો મુખ્ય હેતુ રહેલો છે. આ સંસ્થાએ ૨૦૧૭-૧૮નાં વર્ષમાં જરૂરીયાતમંદ છોકરા / છોકરીઓને ૩૦ થી ૩૫ લાખની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સરખેજ – ફતેવાડી વિસ્તારમાં કુમાર કન્યા છાત્રાાલય માટે એક હજાર વાર જગ્યા વેચાતી લીધી છે.
ખાતમુહુર્ત કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ કલાકે થશે જેમાં મુખ્યત્વે મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય, વંદના – જાગૃતિ સોનારા તથા અન્ય મેનેજિંગ ટ્રસ્ટીનું સ્વાગત ઉદ્‌બોધન, ઉપસ્થિત મહેમાનો દ્વારા ભૂમિપૂજન અને મહેમાનોનું સ્વાગત, ટ્રસ્ટની કાર્યવાહીનો અહેવાલ, મહેમાનો ઉપસ્થિત લોકોને સંબોધશે, સભાનાં અધ્યક્ષ પણ ઉપસ્થિત લોકોને પોતાની વાત જણાવશે અને અંતમાં આભાર વિધિ કરવામાં આવશે.
આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે શૈલેષ પરમાર (ઉપનેતા, વિધાનસભા ગુજરાત) હાજરી આપશે તો મુખ્ય અતિથિ તરીકે સવિતાબેન કોલસાવાળા (ઉદ્યોગપતિ) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ’આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા સહિત અનેક વિશિષ્ટ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

Related posts

સૈયદનાના ઉત્તરાધિકાર કેસમાં ઉલટ તપાસ કરાઇ

aapnugujarat

गोता-ओगणज रोड पर पिकअप वैन के चालक ने तीन को चपेट में लिया : दो की मौत

aapnugujarat

स्मार्टसिटी के साथ जुड़े प्रोजेक्ट १५ महीने बाद भी अधूरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1