Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત – બાંગ્લાદેશ વચ્ચે આજે ફાઈનલ

દુબઇના ઐતિહાસિક મેદાન પર આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભારતીય ટીમમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. જો કે આવતીકાલે રમાનારી મેચમાં તમામ સ્ટાર ખેલાડીઓ પરત ફરશે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના હાલના ફોર્મને જોતા ટીમ ઇન્ડિયા હોટફેવરીટ ટીમ તરીકે છે. ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે પણ છે. રોહિત શર્મા અને શિખર ધવન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતે વર્તમાન એશિયા કપની તેની છેલ્લી મેચ રમી હતી. આ સુપર ચાર રાઉન્ડની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ભારે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગયા બાદ આખરે ટાઇમાં પરિણમી જતા કેટલાક ભારતીય ચાહકોને નિરાશા હાથ લાગી હતી. છેલ્લા ઓવરમાં ભારતને છ રનની જરૂર હતી અને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી ત્યારે આ મેચ ટાઇમાં પરિણમી હતી. પોતાની તમામ મેચો જીતી લીધા બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની

Related posts

નિરવ મોદી કૌભાંડ બાદ પીએનબીને હજુ સુધીનું સૌથી વધુ ત્રિમાસિક નુકસાન

aapnugujarat

રાહુલ ગાંધી આરએસએસની મદદ લઇ રહ્યા છે : મમતા બેનરજી

aapnugujarat

કેજરીવાલ સરકાર લોન્ચ કરશે મોદી સરકાર કરતાં પણ મોટી સ્વાસ્થ્ય યોજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1