Aapnu Gujarat
મનોરંજન

આલિયા અને આદિત્ય રોય કપુર સડક-૨માં ચમકશે

સડક ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ બે બનાવી રહ્યા છે. જેમાં આલિયાને જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ફિલ્મને નિહાળવા માટે ચાહકોને હજુ એક વર્ષથી વધારે સમયની રાહ જોવી પડશે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખતા કહ્યુ છે કે સડક ફિલ્મનો બીજો ભાગ હવે બનવા જઇ રહ્યો છે. આલિયાએ પોતાના વિડિયોમાં પ્રથમ ભાગના કેટલાક વિડિયો રજૂ કરી દીધા છે. આલિયાએકહ્યુ છે કે વાર્તા હવે આગળ વધનાર છે. આલિયા અને આદિત્ય રોય કપુરની નવી જોડી જોવા મળનાર છે. ફિલ્મને ૨૦૨૦ સુધી પરદા પર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પોતાના પિતાની સાથે કામ કરવાની આલિયાને પ્રથમ વખત તક મળી રહી છે. તે પોતાની બહેન પુજા ભટ્ટના રોલમાં નજરે પડનાર છે. પોચાની બહેન પુજાની સાથે પણ સ્કીન શેયર કરતી તે નજરે પડનાર છે. અક્ષે ઉલ્લેખનીય છે કે સંજય દ્‌ત્ત પણ વર્ષ ૧૯૯૩માં બનેલી ગુમરાહ બાદ આટલા વર્ષો બાદ ભટ્ટની સાથે કામ કરતો નજરે પડનાર છે. આદિત્ય રોય કપુર આ પહેલા આ બેનર હેઠળ હિટ ફિલ્મ આંશિકી-૨ આપી ચુક્યો છે. સડક -૨ ફિલ્મ ચાહકો માટે મોટી ફિલ્મ તરીકે રહેશે. વિતેલા વર્ષોની ફિલ્મ સુપરહિટ રહી હતી. ફિલ્મના ગીતો અને સંગીતને લોકપ્રિયતા મળી હતી. હવે નવો ભાગ બનાવવા માટેની પ્રાથમિક તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. મહેશ ભટ્ટની પુત્રી આલિયા હાલના સમયની સૌથી કુશળ અભિનેત્રી તરીકે ઉભરી છે.

Related posts

સાયના નેહવાલની બાયોપિક માટે શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

aapnugujarat

અક્ષય અને કરીના રૂપેરી પડદે સાથે દેખાશે

aapnugujarat

જ્હાન્વી કપુરની નવી ફિલ્મ ૨૦મી જુલાઇના દિવસે રજૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1