Aapnu Gujarat
ગુજરાત

રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ મોટી સિદ્ધિઓની યાદ તાજી કરાઈ

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ આજે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને યાદ કરવામા આવ્યા હતા. કોંગ્રેસે તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન રાજીવ ગાંધીએ કર્યું હતું. ૨૧મી મેના દિવસને ગોઝારા દિવસ તરીકે દેશ હંમેશા યાદ કરે છે. રાજીવ ગાંધીએ દેશને ૨૧મી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાના કિરણ સાથે જોઈ રહ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આજે તેમને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમની સિદ્ધિઓને યાદ કરી હતી. રાજીવ ૪૦ વર્ષની વયે દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. ૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની તેમની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પદ્ધતિમાંથી આ રાષ્ટ્રને મુક્ત કરાવી અને એક નવી દિશામાં લઈ જવાનું સ્વપ્ન બતાવ્યું હોય તો એ આપણા સૌના લોકલાડીલા રાજીવ હતા. ૧૮ વર્ષે આપ્યો મતાધિકાર, લોકતંત્રનું કર્યંુ નવસર્જન. રાજીવની પુણ્યતિથી નિમિત્તે મહિલા સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ વિષય પરના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભારત એક યુવાન દેશ છે આ યુવાન દેશની પરખ વિશ્વને કોણ કરાવી. રાજીવએ એક એવા સમયે ઈન્દિરા ગાધીને ગાળીએ દેવામાં આવ્યા તેત્રીસ તેત્રીસ ગોળીએ જેમનું શરીર વીધાયુ અને રાષ્ટ્રને નેતૃત્વની જ્યારે ખોટ પડી તેવા સંજોગોમાં જેણે કદીએ નહોતું વિચાર્યું કે ઈચ્છયુ કે મારે રાજકારણમાં આવવું છે કે આ દેશના વડાપ્રધાન થવું છે અને આવીને ધીમે પણ મક્કમ ગતિએ જો રાજીવએ કરેલા કામોનો સરવાળો કરીએ તો એક મોટી ગીતા રચાઈ જાય એટલું મોટુ કામ કર્યું છે. આજના સત્તાધીશો એ જમાનામાં રાજીવની મજાક લશ્કરી કરતા હતા. અટલ બિહારી વાજપાઈ રાજીવની ઠેકડી ઉડાડતા હતા. પણ સ્વદેશ જાગરણ મંચ, ભાજપનું એક અંગે એ અંગ દ્વારા દેશને એવું બતાવવા માંગતા હતા કે આ યુવાન દેશને પાછળ લઈ જશે બળદગાડામાં લોકસભામાં આવ્યા અને કહેવા લાગ્યા કે, આ કોમ્પ્યુટર યુગમાં લઈ જઈને પાછળ લઈ જશે બળદગાડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે, આ કોમ્પ્યુટર યુગમાં લઈ જઈને આ દેશની ખાનાખરાબી કરી નાખશે અને હાલના વડાપ્રધાન હવે કેવા લાગ્યા કે ડીજીટલ ઈન્ડિયા, લાવનારુ કોણ અને પોતાની જાત પર વખાણોનો ધોધમાર કરવા માંડ્યા અને સેલ્ફી લેવાનો તો એટલો બધો શોખ. એમને રાજીવની યાદ નહી આવી હોય એમને વિચાર નહી આવ્યો હોય આ દેશના અર્થતંત્રને નરસિંહરાવ નાણામંત્રી હતા અને પછીના સમયમાં જે પ્રકારે વિશ્વના બજારમાં રાજીવ લઈ આવ્યા આ દેશનો યુવાન સામ પિત્રોડા સાથે મળીને એચ-૧ વિઝા ઉપર ભારતનો નાગરિક અમેરિકા જઈને ડોલર કમાઈ શકે છે. નવા વિચારો આપ્યા, આર્થિક સધ્ધરતા આપી, વિશ્વમાં ભારતને શક્તિશાળી દેશ બનાવ્યો. આર્થિક સધ્ધરતા એકલી આ દેશની સંસ્કૃતિને મજબુત કરી શકે નહી અને એટલા માટે જ આ દેશને અખંડિત રાખવા માટેનો તેમનો પ્રયત્ન ચાલુ રહ્યા અને આ દેશના વિકાસમાં જે પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ એકલાથી જ સૌનુ સારુ નહી થાય એટલા માટે તેમને મહિલાઓને જોડવાનો પ્રયત્ન કર્યો. દેશમાં પંચાયતી રાજ દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ ભાગીદારી માટે મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ સ્વ. રાજીવએ કરી. જેના પરિણામે સમગ્ર દેશમાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં હજારો મહિલાઓને તક મળી જેના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. રાજય સભામાં મહિલા અનામત બીલ પસાર થઈ ગયું છે. મહિલા સશક્તિકરણ અને મહિલાઓના હક્કની મોટી-મોટી વાતો કરનાર ભાજપ સંપૂર્ણ બહુમતી હોવા છતાં લોકસભામાં મહિલા અનામત બીલ કેમ રજુ કરતાં નથી મુળભુત રીતે તે આરએસએસ અને મનુવાદી, ભાજપની સહયોગી સંસ્થાઓની વિચારધારામાં મહિલાઓને સન્માન આપવાની વાત જ નથી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

બનાસકાંઠામાં દુષ્કાળના એંધાણ

editor

પંચમહાલમાં તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય અવિરત રહે તે દિશામાં કામગીરી

editor

અમદાવાદમાં ગેરકાયદે ડોમ, શેડ સહિત માળખા તોડવાનું શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1