Aapnu Gujarat
ગુજરાત

હાર્દિકની તબિયત લથડી : સોલા સિવિલ ખસેડાયો

પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફી માટે ઉપવાસ પર ઉતરેલાં હાર્દિક પટેલની ૧૪માં દિવસે તબિયત વધુ ખરાબ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિકને ચક્કર આવતાં હતાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો છે. હાર્દિકની એમ્બ્યુલન્સ સાથે સાથે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો અને સમર્થકો સિવિલ દોડી આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિકને હોસ્પિટલમાં ખસેડતાની સાથે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે અને આસપાસનાં વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts

ગુજરાતમાં હથિયારો વેચવા મામલે વધુ ત્રણ લોકોની જમ્મુથી ધરપકડ

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

aapnugujarat

GITA JAYANTI MAHOTSAV AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1