Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાણાંમંત્રી તરીકે ફરી જેટલીએ ચાર્જ સંભાળ્યો

કિડનીની સર્જરીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી કામકાજથી દુર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ આજે નાણાં પ્રધાન તરીકેની જવાબદારી ફરી સંભાળી લીધી હતી. તેમની ગેરહાજરીમાં આ જવાબદારી પિયુશ ગોયલ સંભાળી રહ્યા હતા. એક સત્તાવાર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે નાણાં મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલયની જવાબદારી અરૂણ જેટલીને સોંપી દેવાનો આદેશ જારી કર્યો છે. જેટલી એવા સમય પર ફરી વાપસી કરી રહ્યા છે જ્યારે ડોલરની સરખામણીમાં રૂપિયાની હાલત કફોડી બનેલી છે. ત્રણ મહિના સુધી જેટલી કામથી દૂર રહ્યા હતા. આજે કારોબાર સંભાળી લીધા બાદ નોર્થ બ્લોકના સેક્રેટરીઓ સાથે અરુણ જેટલીએ બેઠક યોજી હતી. આજે સવારે ૧૧ વાગે અરુણ જેટલીએ પોતાનો હવાલો સંભાળી લીધો હતો. પીયુષ ગોયલ હાલમાં રખેવાળ નાણામંત્રી તરીકે હતા. પીયુષ ગોયેલ હવે રેલવે અને કોલસા મંત્રી તરીકે જારી રહેશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ઉપર ૧૪ મી મેના દિવસે એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદથી જેટલી ત્રણ મહિનાથી આરામ પર હતા. તે પહેલા જેટલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મી મેના દિવસે સવારે ૮ વાગે ઓપરેશન શરૂ થયું હતું. કિડની સાથે સંબંધિત સમસ્યાથી પરેશાન અરુણ જેટલી છેલ્લા એક મહિનાથી ડાયાલીસીસ પર ચાલી રહ્યા હતા. જેટલી પરિવારના મિત્ર અને એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાના ભાઈ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર સંદીપ ગુલેરિયા પણ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ટીમમાં સામેલ રહ્યા હતા. અરૂણ જેટલી નાણાંકીય મામલામાં ખુબ નિષ્ણાંત તરીકે રહ્યા છે. તેમના પગલાની સતત નોંધ લેવામાં આવી છે. નાણાામંત્રીને ચોથી જૂનના દિવસે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઓપરેશન પછીની રિકવરીને લઇને આરામ કરી રહ્યા હતા.
તબીબો દ્વારા લાદવામાં આવેલી કઠોર શરતો હેઠળ તેમના સત્તાવાર નિવાસસ્થાન ઉપર રિકવરી મેળવી રહ્યા હતા. તેઓ કોઇને પણ મળી રહ્યા ન હતા. પરિવારના સભ્યો અને તબીબો સાથે જ વાતચીત કરી રહ્યા હતા. જેટલી આજે વિધિવતરીતે પોતાની જવાબદારી સંભાળતા નજરે પડ્યા હતા. ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયા, આર્થિક બાબતોના સેક્રેટરી સુભાષ ગર્ગ ત્યારબાદ ચીફ ઇકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાત કરી હતી. સર્જરી બાદ અરુણ જેટલી પહેલી જુલાઈના દિવસે લાઈવ સ્ટ્રીમ મારફતે પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા. પહેલી જુલાઈના દિવસે જીએસટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦મી ઓગસ્ટના દિવસે જાહેરમાં દેખાયા હતા. તે દિવસે તેઓએ સંસદમાં હાજરી આપી હતી. અનેક મોરચા ઉપર હાલ પડકારો રહેલા છે.

Related posts

મુસ્લિમોને એકત્રિત કરવાની કોંગ્રેસની રણનીતિ રહેલી છે : સી.પી.જોશી

aapnugujarat

સ્વિસ બેંકમાં ભારતીયોના ૮૩૯૨ કરોડ રૂપિયા

aapnugujarat

राहुल खुद नैशनल हेरल्ड केस में जमानत पर बाहर हैं : सीतारमण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1