Aapnu Gujarat
ગુજરાત

ભૂજમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંક

ભુજ શહેરમાં રાવલવાડી વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગના કેટલાક સાગરિતો કેમેરામાં કેદ થયા છે. તપાસ કરતા આ ગેંગ ભુજ તથા માંડવીમાં આવી હોવાનું સમર્થન મળ્યું હતું. ઘરફોડ ચોરી અને ચોરીમાં નડતરરૃપ બનેલા લોકો પર હુમલો કરતા પણ નથી અચકાતી. આ ગેંગ ગુજરાતમાં સક્રિય થઈ છે ત્યારે તેના કેટલાક સભ્યો ભુજના જુદા જુદા વિસ્તારમાં દેખાતાં કાયદાના રક્ષકોએ આ ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના રાવલવાડી વિસ્તારમાં તથા મુન્દ્રા રોડ પર એક કોલેજમાં આ ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી, પરંતુ ચોરીમાં સફળતા મળી ન હતી. રાવલવાડીમાં એક મકાનમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આ આ ગેંગના સભ્ય આબાદ રીતે કેદ થયા હતા. વહેલી પરોઢે ૪ વાગ્યા બાદ આ ગેંગ પોતાના શિકારમાં નીકળી હોય તેવું કેમેરામાં દેખાઈ રહ્યું છે. તો અન્ય એક બનાવમાં મહિલા કોલેજમાં પણ આ ચોરો ત્રાટક્યા હોય તેવું સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ કોલેજમાં કશું મહત્ત્વનું હાથ લાગ્યું ન હતું.
કોલેજમાં લગાડવામાં આવેલા કેમેરામાં તે કેદ થયા હતા. માંડવીની પિયાવા હોસ્પિટલ અને જૈન ધર્મશાળા પાસે બે દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો કેદ થયા હતા. ચડ્ડી-બનિયાનધારી ગેંગ કચ્છમાં ધામા નાખ્યા હોય તેવું ચિત્ર સ્પસ્ટ થયું છે. તો બીજી તરફ કાયદાના રક્ષકોને પણ આ ગેંગ અંગે સૂચના આપવામાં આવી છે. થોડા સમય પૂર્વે માંડવીના ધવલનગરમાં આ ગેંગ દ્વારા ચોરી કરવામાં આવી હતી. તે દરમ્યાન મહિલાના માથામાં ટામી મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં પણ આવી હતી. ત્યારે લાંબા સમયના વિરામ બાદ આ ગેંગ ફરી સક્રિય થઈ હોવાના અણસાર દેખાઈ રહ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ગેંગ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર જલુએ જણાવ્યું હતું કે, ફૂટેજ અમને પણ જોવા મળ્યા છે.

Related posts

એમ.આર. શાહની સુપ્રીમના જસ્ટિસ તરીકે નિમણૂંક થઇ

aapnugujarat

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

સિવિલમાં ૫૦થી વધુ સર્જન લાઇવ સર્જરી કરવા સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1