Aapnu Gujarat
મનોરંજન

‘ધૂમ ૪’માં શાહરૂખ અને રણબીર કપૂર કામ કરે તેવી શક્યતા

આદિત્ય ચોપરાના ડ્રીમ પ્રોજેક્ટ ’ધૂમ ૪ ની તૈયારી ચાલી રહી છે. જોકે તે ’ઠગ્સ ઓફ હિંદુસ્તાનનું શૂટિંગ પુરું કરે પછી જ આ ફિલ્મ હાથમાં લેશે.આ ફિલ્મમાં પહેલા સલમાન ખાન મહત્વનો રોલ ભજવવાનો હતો. પરંતુ તે હવે આ ફિલ્મનો હિસ્સો નથી. આ ફિલ્મના કલાકાર તરીકે રણવીર સિંહનું નામ ફાઇનલ થયુ હોવાની ચર્ચા છે. તેમજ આ ફિલ્મમાં હવે શાહરૃખ ખાન અને રણબીર કપૂરનું નામ જોડાયું છે.
ટ્રેડ સોર્સના અનુસાર, ’’ ધૂમ ૪’’ નું શૂટિંગ આવતા વરસની શરૃઆતમાં શરૃ થાય તેવી શક્યતા છે. આ શૂટિંગ ૧૩૦ દિવસ ચાલશે તેમજ શૂટિંગનો ઘણો હિસ્સો દુબઇમાં શૂટ કરવામાં આવશે. જોકે સલમાનને લઇને આ ફિલ્મનું રેફરન્સ પોસ્ટર પણ બનાવામાં આવ્યું હતું. પરંતુ હવે સલમાન આ ફિલમ સાથે જોડાયેલો નથી. સલમાને આદિત્ય સામે શરત રાખી હતી કે આ ફિલ્મમાં અભિષેક સાથે તેનો એક પણ સીન હોવો જોઇએ નહીં. ફિલ્મની ટીમે આમ કરવા માટે પ્રયાસ કરી જોયા પરંતુ આમાં ્‌કોઇ બદલાવ લાવી શકે એમ નથી. અભિષેક દરેક ફ્રેન્ચાઇઝમાં એસીપી અજય દીધિતની ભૂમિકા ભજવી છે જે ફિલ્મનો મુખ્ય હિસ્સો રહ્યો છે.
હવે શાહરૃખ અને રણબીર ડિમાન્ડિંગ સ્ટાર હોવાથી આ ફિલ્મમાં તેઓ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાછે. ફિલ્મમાં સલમાન ભજવવાનો હતો તે પાત્ર શાહરૃખ ભજવશે અને સંજુનું સ્થાન રણબીર લેશે.

Related posts

જાન્હવી કપુર પોતાની ફિલ્મ ‘ધડક’ને લઇ આશાવાદી

aapnugujarat

‘रेस 3’ को फ्लॉप कहना गलत है : रेमो

aapnugujarat

मनीष पॉल हुए कोरोना वायरस से संक्रमित

editor

Leave a Comment

UA-96247877-1