Aapnu Gujarat
મનોરંજન

માનસિક આરોગ્ય વિશે ભ્રમ દુર કરવાની જરૂર : કંગના

ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે આપણા સમાજમાં માનસિક આરોગ્ય વિશે ઘણા ભ્રમ પ્રવર્તી રહ્યા છે. એક કલાકાર તરીકે એ ભ્રમ તોડવાની મારી ફરજ છે એમ હું માનું છું.
કંગના પોતાની આગામી ફિલ્મ એકતા કપૂરની મેન્ટલ હૈ ક્યાના પ્રમોશન દરમિયાન બોલી રહી હતી. આ ફિલ્મમાં એની સાથે નેશનલ એવોર્ડ વિજેતા કલાકાર રાજકુમાર રાવ ચમકી રહ્યો છે. અગાઉ આ બંને કલાકારોએ ક્વીન ફિલ્મ સાથે કરી હતી અને એ પણ હિટ નીવડી હતી. કંગનાને પૂછવામાં આવ્યું હતું કે તમે મનોરોગ વિશે શું માનો છો ત્યારે એણે જવાબમાં કહ્યું કે આપણે ત્યાં મનોરોગીને રીતસર પાગલ ગણીને એની સાથે અયોગ્ય વર્તાવ કરવામાં આવે છે. વિવિધ મનોરોગ વિશે આપણે ત્યાં જાતજાતના વહેમો અને ભ્રમ પ્રવર્તે છે. એ દૂર થવા જોઇએ. એક કલાકાર તરીકે આ ફિલ્મ કરતી વખતે મારા મનમાં એ જ વિચાર ઘૂમતા હતા કે આવા ભ્રમ ભાંગીને ભુક્કો કરી નાખવાની અમારી કલાકારોની ફરજ છે.
આ ફિલ્મનું ડાયરેક્શન નેશનલ એવોર્ડ વિજેતા પ્રકાશ કોવલમુડીએ કર્યું છે. આ ફિલ્મમાં અમાયરા દસ્તૂર અને જિમી શેરગીલે પણ મહત્ત્વના રોલ કર્યા છે. આ ફિલ્મ આવતા વર્ષના ફેબુ્રઆરીની ૨૨મીએ રજૂ થવાની છે.

Related posts

રણબીર તેમજ આલિયાની ફિલ્મમાં મૌની વિલન હશે

aapnugujarat

‘काली पीली’ में अनन्या और ईशान की जोड़ी आएगी नजर

aapnugujarat

बिग बॉस में हिना को पछाड़ शिल्पा शिंदे बनीं विनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1