Aapnu Gujarat
ગુજરાત

પાટણમાં મેડિકલ કૉલેજમાં મહિલાએ ડિપાર્ટમેન્ટના ત્રાસથી નોકરી છોડી

પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં સગર્ભા મહિલાએ ડિપાર્ટમેન્ટના ત્રાસથી નોકરી છોડી છે. મહિલા આઉટસોર્સીંગથી ધારપુરમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતી હતી.પ્રાઇવેટ કંપનીઓના કેમીકલો સરકારી લેબમાં ટેસ્ટ કરાવવાનો તેમજ જ્ઞાતિ આધારિત શબ્દો બોલવાનો મહિલાએ ડિપાર્ટમેન્ટના હેડ પર આરોપ લગાવ્યો છે. મહિલાએ મુખ્યમંત્રી, મહિલા આયોગ તેમજ હોસ્પિટલના ડીનને લેખિતમાં રજુઆત કરી છે. ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. વિપુલ ખખ્ખરના જણાવ્યા મુજબ તમામ આરોપો પાયા વિહોણા છે. તથા તેમણે કહ્યું છે કે જો મહિલાએ મારા પર ખોટા આરોપ લગાવ્યા હશે તો હું મહિલા પર માનહાનીનો દાવો કરીશ.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતી ૭ મહિનાની સગર્ભા મહિલાએ આજે તેમના જ ડિપાર્ટમેન્ટના હેડના માનસિક ત્રાસના કારણે રાજીનામુ આપી દીધું છે.સાથે સાથે મહિલાએ ડિપાર્ટમેન્ટના હેડ પર એવો આક્ષેપ કર્યો છે કે કોલેજમાં આવેલ લેબમાં ખાનગી કંપનીઓના જોખમી કેમિકલ લાવીને સરકારી લેબમાં ચેક કરવા અમને મજબૂર કરવામાં આવતા હતા.ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. વિપુલ ખખ્ખર ઘણીવાર જ્ઞાતિ આધારિત અપશબ્દો બોલતા તો ક્યારેક હું સગર્ભા હોવા છતાં ના કરવાના હોય તેવા કામો કરાવતા હતા.આ બાબતને લઈને મહિલાએ આજે રાજીનામુ આપ્યા બાદ ન્યાય માટે મુખ્યમંત્રી, મહિલા આયોગ તેમજ હોસ્પિટલના ડીનને લેખિતમાં રજુઆત કરી છે.
ધારપુર મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટના હેડને જયારે આ બાબતની જાણ થઇ તો તેમને મહિલાના તમામ આરોપો પાયા વિહોણા ગણાવ્યા અને સાથે ઉલ્ટાનું મહિલા પર બદનક્ષીનો દાવો કરવાની પણ વાત કરી દીધી.આઉટસોર્સીંગમાં લાગેલ કર્મચારીને જયારે રજા જોઈએ ત્યારે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે. અને જ્ઞાતિની વાતો જે મહિલાએ કરી છે તે તદ્દન ખોટી છે. અમારી સંસ્થામાં તમામ જ્ઞાતિના લોકો સંપ સાથે ફરજ બજાવે તેમ જણાવ્યું હતું.

Related posts

પદ્માવત ફિલ્મની રિલિઝ માટેની રિટ અરજીને આખરે પાછી ખેંચાઇ

aapnugujarat

૨૦૨૨માં અમદાવાદથી વડોદરા સુધી બુલેટ ટ્રેન શરૂ થશે

aapnugujarat

મતગણતરીને લઇ તંત્ર દ્વારા ચોકસાઇ : ઉત્સુકતા વધી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1