Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવક જીવતી મરઘી ખાઈ ગયો!

ખરાબ આદત હંમેશા નુકસાનકારક હોય છે. દારૂ પીધા બાદ નશામાં વ્યકિત શું કરી રહ્યો છે તેનું પણ ભાન રહેતું નથી. આવી જ એક ઘટના તેલંગણામાં સામે આવી છે. મહબૂબનગરમાં રહેતા એક યુવકે દારૂના નશામાં જીવતી મરજીને ફાડીને ખાઈ ગયો.
આ ઘટના મહબૂબાદ જિલ્લાના કેસમુદ્રમ વિસ્તારમાં જોવા મળી છે. આ બંને યુવકો ખૂબ દારૂ પીધો હતો અને ઘરમાં ચિકન બનાવવા માટે માર્કેટમાં એક મરઘી ખરીદી. દારૂના નશામાં એટલા હતા કે તેઓ સરખી રીતે ચાલી શકતા પણ નહોતા. રસ્તામાં જ બંને પડી ગયા.
નશામાં ધૂત એક યુવક તો ત્યાંજ સૂઈ ગયો, પરંતુ બીજાએ જે કામ કર્યું તે જાણીને તમે ચોંકી જશો. આ યુવકે જીવતી મરઘીને ખાવાનું શરૂ કર્યું. તેણે પહેલા મરઘીની પાંખો ઉખાડી અને પછી તેને દાંતથી ખાવા લાગ્યો. તેણે મરઘીને વચ્ચેથી ફાડી નાંખી અને લગભગ અડધી ખાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાનો રાહદારીઓએ મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી દીધો હતો. આ મામલે પોલીસને જાણ થતા યુવકની શોધખોળ હાથ ધરી છે.

Related posts

प्रियंका गांधी को हुआ डेंगू, गंगाराम अस्पताल में भर्ती

aapnugujarat

મનીષ સિસોદિયાની મુશ્કેલીવધી, ‘જાસૂસી કેસ’માં ગૃહ મંત્રાલયે આપી કેસ ચલાવવાની મંજૂરી

aapnugujarat

असम के जंगलों में ‘लादेन’ का आतंक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1