Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએફ કન્ટ્રીબ્યુશનને ઘટાડી ટેકહોમ સેલેરી વધારવા તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખુબ મહત્વના નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે. જેના ભાગરુપે સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડેન્ટ ફંડ જેવી બાબતમાં સેલરીતી યોગદાનને ઘટાડી દઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. આના કારણે લોકોના હાથમાં ખર્ચ કરવા માટે વધારે રકમ આવશે. આના માટે શ્રમ મંત્રાલયની એક સમિતિ દ્વારા કન્ટ્રીબ્યુશન લિમિટની સમીક્ષા કરવામાં આવી રહી છે. એક સરકારી અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે સમિતિ આ મહિનાના અંત સુધીમાં તમામ જરૂરી ભલામણો તૈયાર કરી લેશે. તે સોશિયલ સિક્યોરિટી માટે ઓછા યોગદાનની ભલામણ કરી શકે છે. શરૂઆતી અંદાજમાં જાણવા મળ્યુ છે કે એમ્પ્લોઇ કન્ટ્રીબ્યુશનમાં ઓછામાં ઓચા બે ટકાનો ઘટાડો થઇ શકે છે. આ પહેલ હેઠળ કંપનીઓના યોગદાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે. સમિતિની ભલામણો આવ્યા બાદ શ્રમ મંત્રાલય દ્વારા આ સંબંધમાં તમામ પક્ષો સાથે વાતચીત કરવામાં આવનાર છે. ત્યારબાદ ફેરફારના સંંંબંધમાં અંતિમ રૂપ આપીને તેમને સોશિયલ સિક્યુરિટી કોડના હિસ્સા તરીકે બનાવી શકાય છે. તમામ લોકો જાણે છે કે હાલમાં સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એમ્પ્લોઇના બેઝિક પગારના ૨૪ ટકા સુધી હોય છે. તેમાં કર્મચારીનો ૧૨ ટકાનો હિસ્સો રહેલો છે. જે પીએફ ખાતામાં જાય છે. કંપની પણ તેમાં ૧૨ ટકાનુ યોગદાન આપે છે. આ પૈસા પેન્શન એકાઉન્ટ, પીએફ ફંડ એકાઉન્ટ અને ડિપોઝિટ લિન્ક ઇન્સ્યોરન્સ સ્કીમમાં વિભાજિત થઇ જાય છે. ફેરફાર કરવામાં આવ્યા બાદ કર્મચારીઓ અને કંપની બંનેમાંથી હિસ્સો ઘટીને ૧૦ ટકા રહી જશે. આના કારણે વર્કરને હાથમાં વધારે પૈસા આવશે. જે યુનિટમાં ૨૦થી વધારે લોકો કામ કરે છે તેમના માટે પહેલાથી જ ૧૦ ટકા કન્ટ્રીબ્યુશન નિયમ લાગુ છે. સોશિયલ સિક્યુરિટી કવરેજની હદને પાંચ ગણી વધારી રહ્યા છીએ.
કંપની અને કર્મચારીના યોગદાનમાં કમીથી તમામને ફાયદો થશે. સરકારને આશા છે કે, સોશિયલ સિક્યુરિટીની હદમાં આવનાર વર્કરની સંખ્યા હાલમાં ૧૦ કરોડથી વધીને ૫૦ કરોડ થઇ જશે. મોટાભાગના મામલામાં સેલેરીમાં કંપનીનો હિસ્સો પણ સામેલ હોય છે. પીએફ કન્ટ્રીબ્યુશનને ઘટાડીને ટેકહોમ સેલરી સરકાર વધારી શકે છે.

Related posts

वरुण नेहरु-गांधी खानदान के इसलिए भाजपा में फीट नहीं : दिग्विजय

aapnugujarat

દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

aapnugujarat

ભારતમાં બેરોજગારીનો દર ૩.૫ ટકા સુધી રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1