Aapnu Gujarat
બિઝનેસ

રેપો રેટ વધી જતાં EMI વધશે

વ્યાજદરમાં રાહત મળવાની રાહ જોઈ રહેલા સામાન્ય લોકોને આજે મોટો ફટકો પડ્યો હતો. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં આજે પરિણામ જાહેર કર્યા હતા અને રેપોરેટમાં વધારો કર્યો હતો. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ રેપોરેટ વધીને હવે ૬.૫૦ ટકા થઇ ગયો છે. રિવર્સ રેપોરેટ પણ છ ટકાથી વધારીને ૬.૨૫ ટકા કરી દેવામાં આવ્યો હતો તેમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવતા હોમલોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ ગઇ છે. બેંકો તરફથી માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણદરમાં વધારો કરવામાં આવી શકે છે. કહેવાનો મતલબ એ છે કે, બેંકો પણ હવે લોનના દરોમાં વધારો કરી શકે છે. કેટલીક બેંકોએ પહેલાથી જ વધારો કરી દીધો છે. બેંક લોન લેવા ઇચ્છુક લોકોને ફટકો પડ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છુટછાટને અમલી કરવામાં આવી નથી. આવકના આધાર પર સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ છે. જે લોકોએ પહેલાથી જ લોન લીધેલી છે તેમના ઈએમઆઈ ઉપર પણ આની અસર થશે. રેટની સરખામણીમાં અન્ય બેંકો પણ સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. રિઝર્વ બેંકે વ્યાજદર વધારી દીધા છે. રેપોરેટ એ દર છે જે રેટમાં રિઝર્વ બેંક બેંકોને નાણા આપે છે. આરબીઆઈએ રિવર્સ રેપોરેટમાં પણ વધારો કર્યો છે. રેપોરેટમાં વધારો લોન લેનાર ઉપર સીધીરીતે અસર કરે છે. કારણ કે, બેંકો લોન ઉપર વ્યાજદરમાં વધારો કરી શકે છે. કારણ કે, રેપોરેટમાં વધારાના મતલબ એ છે કે, બેંકોના માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ વધી જશે. આ વર્ષની શરૂઆત બાદથી ઘણી બેંકો દ્વારા તેમના એમસીએલઆરમાં વધારો કર્યો છે. રેપોરેટમાં છેલ્લી બે એમપીસી બેઠકમાં ૫૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જો અમે એમસીએલઆરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો ગણીએ તો હોમ લોનના ઇએમઆઈ ઉપર અસર થઇ શકે છે.
રિઝર્વ બેંકના આંકડા મુજબ પહેલી એપ્રિલ ૨૦૧૬ અથવા તો ત્યારબાદ હોમ લોન અથવા તો તમામ લોન પર એમસીએલઆર લાગૂ થાય છે. લોન વધુ મોંઘી થવાની સ્થિતિમાં લોન સાથે સંબંધિત ગણતરી કરતા લોકોને ફટકો પડ્યો છે. એસબીઆઈએ પહેલાથી જ પહેલી જુલાઈ ૨૦૧૮થી અમલી બને તે રીતે બેઝ રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો છે. બેઝ રેટની વ્યવસ્થા એમસીએલઆરની વ્યવસ્થા હેઠળ તેમની લોનમાં શિફ્ટ થવી જોઇએ.

Related posts

ટોપ-૧૦ ટુ-વ્હીલરની રેસમાં હીરો પેશનને પછાડી હોન્ડા સીબી શાઇન આગળ

aapnugujarat

IMF ने भारत को दी चेतावनी, कहा : बड़े कदम उठाने की जरूरत

aapnugujarat

સીરીયામાં મિસાઈલ હુમલા બાદ ચાલી રહેલા વૈશ્વિક તણાવથી ક્રુડની કિંમતમાં ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1