Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહ ૧૧મીએ બંગાળ જશે

આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટ્રાર માટે ફાઈનલ ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સક્રિય દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીએ દિલ્હી પહોંચીને વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી છે. એનઆરસી યાદીમાંથી ૪૦ લાખ લોકોને બહાર કાઢવાના મુદ્દા પર કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. રાજકીય આક્ષેપબાજીના દોર વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૧મી ઓગસ્ટના દિવસે કોલકાતા પહોંચી રહ્યા છે. અમિત શાહને રેલી કરવાની મંજુરી આપવામાં આવી નથી પરંતુ ભાજપ અધ્યક્ષે કહ્યું છે કે, મમતા બેનર્જી રેલીની મંજુરી આપે કે ન આપે તેઓ કોલકાતા ચોક્કસપણે જશે. અમિત શાહના પ્રવાસ પહેલા જ રેલીની મંજુરી આપવામાં આવી નથી. આને લઇને રાજકીય ઘમસાણની સ્થિતિ છે. એવા અહેવાલ પણ આવ્યા છે કે, ગૃહમંત્રી રાજનાથસિંહ પણ બંગાળનો પ્રવાસ કરનાર છે. આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાનાર મેગા રેલીની તૈયારીમાં લાગેલા મમતા બેનર્જી હાલમાં દિલ્હીમાં ભાજપ વિરોધી પક્ષોને એકત્રિત કરી રહ્યા છે. બીજી બાજુ અમિત શાહ બંગાળમાં ભાજપની સ્થિતિને દિન પ્રતિદિન વધુ મજબૂત કરી રહ્યા છે. એનઆરસી યાદીને લઇને મમતા બેનર્જી કેન્દ્ર ઉપર પ્રહાર કરી રહ્યા છે. આસામમાં રહેતા બંગાળી લોકો ઉપર ભેદભાવ કરવાનો મમતાએ આક્ષેપ કર્યો છે. જૂન મહિનામાં પણ અમિત શાહ બે દિવસ માટે બંગાળ ગયા હતા. બંગાળની યાત્રા દરમિયાન અમિત શાહે પરિવર્તનનો નારો આપ્યો હતો અને મમતા સરકાર ઉપર હલ્લો બોલ્યો હતો. મમતા બેનર્જી ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપ સામે લડાયક મૂડમાં છે ત્યારે ભાજપે પણ મમતાને હંફાવવા માટે તૈયારી કરી લીધી છે.

Related posts

लड़की से डर कर लड़का घर में कैद

aapnugujarat

જેટ કટોકટી ગંભીર બની : માત્ર ૧૪ વિમાન ઓપરેટ

aapnugujarat

દલિત સાંસદોની તકલીફને દૂર કરાશે : મોદી મનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1