Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અખિલેશ હેઠળ માયાવતી કામ કરશે ? યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક અંગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે સપા અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન વિરોધાભાસ સાથે છે. જેથી આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. આદિત્યનાથે વાતચીત દરમિયાન તેમની ભાવિ યોજનાના સંબંધમાં વાત કરી હતી. વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે ૭૫થી વધારે સીટ જીતવા માટેની રૂપરેખા રજૂ કરી હતી. સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન ચાલી શકશે કે કેમ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે આ ગઠબંધન તેમના સ્વાર્થી હિતો પર આધારિત છે. જેથી કોઇ કિંમતો તે આગળ વધી શકે તેમ નથી.ય તે માથાવગરના ગઠબંધન છે. પેટાચૂંટણીમાં પણ આની ટિકા થઇ હતી પરંતુ સફળતા મળી હતી તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે તેઓ ગઠબંધન અંગે જે વાત કરી રહ્યા હતા તેના પર હજુ મક્કમ છે. પેટાચૂંટણીમાં ચાર સીટ ભાજપે ગુમાવી દીધી છે. માયાવતી અખિલેશ યાદવના નેતૃત્વમાં અથવા તો અખિલેશ યાદવ માયાવતીના નેતૃત્વમાં કામ કરશે કે કેમ તે પ્રશ્ન તમામ લોકો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બંને કામ કરશે કે કેમ તે પ્રશ્ન પણ છે. બિહાર જેવા મહાગઠબબંધની તૈયારી કરાશે તો શુ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુકે બિહાર અને યુપીમાં જુદી જુદી સ્થિતી છે. ભાજપ અને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. ૨૦૧૩ અને ૨૦૧૭માં આ સ્થિતી જોવા મળી હતી. યોગી આદિત્યનાથ દાવો કરે છે કે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ઉત્તરપ્રદેશમાં અંદાજે ૨.૫ લાખ નોકરીની તકો સર્જાશે. કોઈપણ પ્રદેશ છુટી ન જાય તેની ખાતરી કરવામાં આવશે. આઈટીઆઈ સહિતની ટ્રેનિંગ સંસ્થાઓ સાથે પણ હાથ મિલાવવામાં આવી રહ્યા છે. તહેસીલ સ્તરે સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મુકાશે.

Related posts

पार्टी झंडे को लेकर प.बंगाल में हिंसा, 3 भाजपा और 1 TMC कार्यकर्ता की मौत

aapnugujarat

दलित सांसदो, विधायकों जरिए सरकार पर दबाव की तैयारी

aapnugujarat

આવતા ત્રણ મહિનામાં ૮૦ ટકા ગંગા સાફ થઈ જશે! : ગડકરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1