Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ૨૪-૨૫ ઑગષ્ટે ભાજપ પ્રદેશ કારોબારી યોજાશે

આગામી ૨૯ જુલાઇના રોજ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લોકસભા સ્ટડી કો ઓર્ડિનેશન કમિટી કમિટિનો પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજવામાં આવશે તેમ જ આગામી ૧૮-૧૯ ઑગસ્ટના રોજ ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજાયા બાદ ૨૪-૨૫ ઑગસ્ટના રોજ સુરત ખાતે પ્રદેશ કારોબારી યોજાશે, ભરત પંડ્યાએ જણાવ્યું હતું. પંડ્યાએ કૉંગ્રેસના ગો ટુ ધ પીપલ કાર્યક્રમને નર્યું નાટક ગણાવી જણાવ્યું હતું કે, કૉંગ્રેસને પ્રજા સાથે, પ્રજાના પ્રશ્ર્‌નો સાથે કે સેવાકિય પ્રોગ્રામ સાથે કોઇ લેવા-દેવા નથી. કૉંગ્રેસ ગો ટુ ધ પીપલ નહીં, પરંતુ ગો ટુ ધ ૧૦ જનપથ પાર્ટી છે. કૉંગ્રેસ માત્ર નેતાઓની પાર્ટી છે, તેમને સેવાકિય કાર્યો કે કાર્યકર્તાઓ સાથે કોઇ લેવા-દેવા નથી. કૉંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભયંકર ભ્રષ્ટાચાર, અણઘડ વહીવટ તથા પ્રજાવિરોધી નીતિઓને કારણે પ્રજાએ કૉંગ્રેસને ગેટ આઉટ ફ્રોમ ધ પાવર નો મેન્ડેટ આપેલો છે. કૉંગ્રેસ એકશન મોડમાં નહી, પરંતુ ડિસ્ટ્રકશન મોડમાં છે અને તેથી જ ગુજરાતની જનતા હંમેશાં એન્ટી કૉંગ્રેસ મોડમાં રહી છે અને રહેશે. કૉંગ્રેસ સત્તામાં નથી છતાં પણ સમાંતર સરકાર બનાવવાની વાતો કરે છે.
જે બિનબંધારણીય, બિનલોકશાહી અને સત્તાલાલસાનું પ્રતિબિંબ છે. કૉંગ્રેસે હંમેશાં વેરઝેરનું વાવેતર કર્યું છે. જ્યારે ભાજપાએ હંમેશાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર અને લોકકલ્યાણકારી નીતિઓ સાથે વિકાસનું વાવેતર કર્યુ છે, એવું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન ભાજપ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને કૉંગ્રેસ એક્ઝિક્યુટીવ કમિટિના મેમ્બર રમીલાબેન દેસાઇ કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ૧૯૯૫માં તેઓ ભાજપા શાસિત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તથા ૨૦૦૨માં ખેરાલુ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

Related posts

રાજયની તમામ જેલમાં એકસાથે દરોડા

aapnugujarat

ગુજરાતમાં ભાજપની બુથ વિસ્તારક યોજનાનો ફાગવેલથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

मोदी की एक सेल्फी से चीन के एक युवा को नोकरी : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1