Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

હેડલી ઉપર હુમલો

મુંબઇમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાનુ કાવતરુ ઘડવાના મામલે શિકાગોની ફેડરલ જેલમાં ૩૫ વર્ષની સજા ગાળી રહેલા પાકિસ્તાની મુળના અમેરિકી ત્રાસવાદી ડેવિડ કોલમન હેડલી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હેડલી હાલના સમયમાં જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોળા ખાઇ રહ્યો છે. હેડલી પર તેની જ જેલના બે સાથીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હેડલી પર મુળભૂત રીતે આઠમી જુલાઇના દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. હેડલી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા અને ઇસ્લામી ત્રાસવાદી સંગઠનો વચ્ચે ડબલ એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો.જો કે મુંબઇ હુમલાના કેસમાં જોરદાર રજૂઆત કરનાર ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે કહ્યુ છે કે હેડલી પર હુમલો કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. વર્ષ ૨૦૧૬માં જ્યારે હેડલીએ સરકારી સાક્ષી બનવા માટેની ઓફર કરી હતી ત્યારે નિકમે વિડિયો કોન્ફરેન્સિંગ મારફતે હેડલીની પુછપરછ કરી હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જેલમાં કરવામાં આવેલા હુમલામાં ડેવિડ હેડલીને ગંભીર ઇજા થઇ હતી. તેને ૨૪ કલાકની સતત નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે હાલમાં નોર્થ ઇબેન્સ્ટન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે હેડલી પર હુમલો કરનાર બંને સગા ભાઇઓ છે. આ બંને કેટલાક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાના મામલે જેલની સજા ભોગવી રહ્યા છે.ડેવિડ કોલમન હેડલીનુ અસલી નામ દાઉદ સૈયદ ગિલાની છે. તેનો જન્મ અમેરિકામાં થયો હતો. તેના પિતા સૈયદ સલીમ ગિલાની પૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ હતા. હેડલી ત્રાસવાદી ઘટના ઉપરાંત માદક દ્રવ્યોની હેરાફેરીમાં પણ સામેલ રહ્યો છે. તેને અમેરિકીન સંસ્થાઓ દ્વારા પહેલા પણ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

Related posts

ગોલ્ફ પ્લેયર રંઘાવા સહિત બેની શિકારના કેસમાં ધરપકડ

aapnugujarat

Article 370 : SC issues notice to Center govt, Internet-landline service should be immediately starts in valley

aapnugujarat

રામાસ્વામીએ નામ પાછું ખેંચતા ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1