Aapnu Gujarat
ગુજરાત

પોલીસે શરૂ કરી ટ્રાફિક ડ્રાઇવ, રસ્તાઓ ખાલી લાગ્યા

અમદાવાદના રસ્તાઓ આચાનક ખાલી લાગ્યા! તમને થતું હશે કે શહેરમાં ભારે વરસાદ પડ્યો હશે. અરે ના ના, એવું કંઇ નથી. તો એવું શું થઈ ગયું કે અચાનક શહેરના રસ્તાઓ પહોળા અને ટ્રાફિક વગરના વાગવા લાગ્યા?દરરોજ ટ્રાફિકને કારણે ઓફિસે મોડા પડતા લોકો પણ સમયસર ઓફિસ પહોંચવા લાગ્યા. શહેરના ચાર રસ્તાઓ પણ એકદમ ખુલ્લા લાગ્યા. એસ.જી હાઇવે પર આવેલા સર્વિસ રોડ આટલા પહોંળા છે એ તો લોકોને આજે જ ખબર પડી! આ તમામ સવાલોનો જવાબ અમદાવાદના પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ છે. તેમણે આડેધડ પાર્કિંગ સામે જે ઝુંબેશ શરૂ કરી છે તેને સલામ. આશા રાખીએ કે ભવિષ્યમાં અમદાવાદના રસ્તાઓ પર આવી જ રીતે ટ્રાફિક નિયમન થતું રહે.
ગુજરાત હાઈકોર્ટે શહેરના ટ્રાફિકના પ્રશ્નને લઈને શહેર પોલીસ કમિશ્નરની ઝાટકણી કાઢ્યા બાદ શહેરમાં બે દિવસથી ટ્રાફિક પાલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેર પોલીસ કમિશ્નરે તમામ પોલીસ સ્ટેશનને પોતાના વિસ્તારમાં ટ્રાફિકનું નિયમન કરવાના આદેશ કર્યા છે. એટલું જ નહીં શહેરના જેટલા પણ નો પાર્કિંગ ઝોન છે ત્યાં એક એક-એક પોલીસ કોન્ટેબલને તહેનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનની એક પીસીઆર વાન તેના વિસ્તારમાં ફરીને લોકોને પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું સમજાવી રહી છે. ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ લોકોને ઝેબ્રા ક્રોસિંગ તેમજ સિગ્નલ ક્રોસિંગ ન કરવાનું સમજાવી રહી છે.

Related posts

બહેરામપુરમાં એનઆરઆઇ સિનિયર સીટીઝન સાથે લૂંટ

editor

BJP’s only agenda is development, Congress involved in divisive tactics: PM Modi In Lunawada

aapnugujarat

वेजलपुर विधानसभा मत क्षेत्र में ईवीएम जमा कराने के मुद्दे पर रात दो बजे तक हंगामा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1