Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર મદરેસાઓને શિક્ષણના મુખ્યપ્રવાહમાં ભેળવવા માંગે છે

લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે સરકાર મદરેસાઓનાં દરવાજા બંધ કરવા નથી માગતી, પરંતુ તે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભળે તેમ સરકાર ઈચ્છે છે. મદરેસામાં અભ્યાસ કરતા અને ભણતર અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે તેમ જ બ્રિજ કૉર્સમાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવા લઘુમતી બાબતોના ખાતા અને જામીયા મિલીયા ઈસ્લામિયા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન નકવીનું આ નિવેદન આવી પડ્યું હતું.
લઘુમતી બાબતોના ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં નકવીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે લઘુમતી કોમના વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારે અપનાવેલી ‘થ્રી ટી’ (ટીચર, ટિફિન, ટોઈલેટ) ફૉર્મ્યુલા ૉને જબરજસ્ત સફળતા મળી છે.
લઘુમતી કોમ સહિત સમાજના જરૂરિયાતમંદ લોકોને શિક્ષણ આપવા માટે મોદી સરકાર દ્વારા લેવામાં પગલાંએ એ સુનિશ્રિ્‌ચત કરી દીધું છે કે ગુણવત્તાસભર શિક્ષણને કારણે લઘુમતી કોમના યુવકોને પણ સારી નોકરી મળી રહી છે.
એક વર્ષ અગાઉ મદરેસાઓ સહિત લઘુમતી કોમની તમામ શૈક્ષણિક સંસ્થાઓને થ્રી ટી ફૉમ્યુલા અંતર્ગત જોડી દઈને તેમનો મુખ્ય શૈક્ષણિક સિસ્ટમમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.

Related posts

PM ने लगाई कांग्रेस को लताड़, कहा मुझे जितनी गाली देनी है दो, पर देश के खिलाफ मत बोलना

aapnugujarat

आतंकी हमले में मारे गए जवानो को सेना द्वारा दी गई श्रद्धांजलि

aapnugujarat

ત્રાસવાદીઓને રક્ષણ મળશે તો ફરી કઠોર એક્શન લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1