Aapnu Gujarat
મનોરંજન

કરોડો લઇને સંજય દત્તે આપી બાયોપિક બનાવવાની મંજૂરી

સંજય દત્તની બાયોપિક ’સંજૂ’ના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ૨૯ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી આશરે ૨૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પોતાની સ્ટોરીને મોટા પડદા પર ઊતારવાની પરવાનગી આપવા માટે સંજય દત્તે પણ કરોડો રૂપિયાની ફી લીધી છે.  એક રિપોર્ટ અનુસાર સંજય આ ફિલ્મ માટે ૯-૧૦ કરોડ રૂપિયા અને ફિલ્મના પ્રોફિટનો કેટલોક ભાગ લીધો છે.
સંજયની બાયોપિકના માટે વાત કરતાં ફિલ્મના ડાયરેક્ટ રાજકુમાર હિરાનીએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ’અમે સારી સ્ટોરીઓની શોધમાં રહીએ છીએ. સારા કન્ટેન્ટની લાલચમાં અમને આ સ્ટોરી સુધી પહોંચાડ્યા.’ ’સંજૂ’માં રણબીર કપૂર સંજય દત્તના રોલમાં છે. એની સાથે પરેશ રાવલ,સ વક્કી કૌશલ, જિમ સરભ, મનીષા કોઇરાલા, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા અને સોનમ કપૂર પણ છે.

Related posts

અભિષેક સાથે કાશ્મીરમાં તાપ્સી શુટિંગ કરશે : રિપોર્ટ

aapnugujarat

प्रियंका द्वारा निर्मित किसी फिल्म में थी काम करने की चाह : फरहान

aapnugujarat

હવે દોસ્તાનાની સિક્વલ પર કામ શરૂ : આલિયા ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1