Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

તેલંગાણાના એક ૨૫ વર્ષીય વિદ્યાર્થીને અમેરિકાના કેન્સાસ શહેરમાં આવેલી એક રેસ્ટોરન્ટની અંદર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃત વિદ્યાર્થીની ઓળખ શરત કોપૂના રૂપમાં કરવામાં આવી છે જે યૂનિવર્સિટી ઓફ મિજોરી-કેન્જસ સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો. મૃત વિદ્યાર્થીના કાકાના છોકરો સંદિપ વેમુલાકોંડાએ જણાવ્યું કે, અજાણ્યા બદમાશોની એક ટોળકીએ કેન્જસની રેસ્ટોરન્ટમાં ગોળીબાર કર્યો હતો, જેમાં શરતને ૫ ગોળીઓ વાગી હતી.
કેન્સાસ સિટી પોલીસે આ લૂંટ અને હત્યાનો મામલો ગણાવ્યો છે. પોલીસે શંકાસ્પદ હુમલાવરનો વીડિયો જાહેર કરીને તેના વિશે સૂચના આપનાર પર ૧૦ હજાર ડૉલરનું ઈનામ રાખ્યું છે.
શરતના પિતરાઈ ભાઈ સંદીપે જણાવ્યું કે, ઘટનાને પગલે ઈજાગ્રસ્ત શરતને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. તેમણે જણાવ્યું, મારો પિતરાઈ ભાઈ (શરત કોપૂ) આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા આવ્યો હતો. તેને યૂનિવર્સિટી ઓફ મિજોરી-કેન્જસ સિટીમાં અભ્યાસ કરવા માટે પૂર્ણ સ્કોલરશિપ મળી હતી. ગત રાત્રીએ અમને જાણવા મળ્યું હતું કે, અજાણ્યા લોકોએ ગોળી મારીને શરતની હત્યા કરી દીધી છે. આ ઘટના અમારા તમામ પરિવાર માટે દુખદ દિવસ છે.
સંદીપે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આ મામલે હસ્તક્ષેપ કરવા અને દોષિતોને પકડવા માટે વિનંતી કરી છે. તેમણે અમેરિકા સ્થિત ભારતીય હાઈકમિશ્નરને શરતના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે હૈદરાબાદ મોકલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. શિકાગો સ્થિત ઈન્ડિયન કૉન્સુલેટે શરતની હત્યા પર દુખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારને મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

Related posts

उत्तर कोरिया ने 2 और मिसाइलों का परीक्षण किया : द. कोरिया

aapnugujarat

મોરક્કોમાં ભૂકંપથી તબાહી, હજુ સુધી ૨૦૦૦થી વધુ મોત

aapnugujarat

અમેરિકાની જેલો ઈમિગ્રન્ટ્‌સથી ઉભરાઈ રહી છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1